કોંગ્રેસના નેતા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નેતા ભરતસિંહ સોલંકીના પારિવારિક ડખા ચર્ચામાં આવ્યા છે.
ભરતસિંહ સોલંકીએ પોતાના વકીલ મારફતે પત્નીને એક જાહેર નોટિસ પાઠવી છે.
તેમણે આ જાહેર નોટિસમાં કહ્યુ છે કે, તેમની પત્ની તેમના કહ્યામાં નથી અને મનસ્વી રીતે વર્તન કરે છે.
સાથે તેમણે એમ પણ કહ્યુ કે, તેમની પત્ની સાથે ભરતસિંહના નામે નાણાકીય લેવડ દેવડ કરવી નહિ. જો કોઇ નાણાંકીય લેવડ દેવડ કરશે તો તેની જવાબદારી ભરતસિંહ સોલંકીની રહેશે નહિ
