News Continuous Bureau | Mumbai
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. અનિલ જોશીયારાનું 69 વર્ષની વયે નિધન થયું છે.
કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારાનું લાંબી સારવાર બાદ નિધન થયું છે.
અનિલ જોશીયારાને કોરોના થયો હતો અને તેઓ ચેન્નાઈ ખાતે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
ડૉ. અનિલ જોશીયારાના વતન ભિલોડામાં તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અનિલ જોશીયારા વર્ષ 1995થી અત્યાર સુધી ભિલોડા વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો :સંજય રાઉત બાદ આ કોંગ્રેસી નેતાએ કર્યા પીએમ મોદીના વખાણ, ગણાવ્યા ડાયનેમિક વ્યક્તિ
