આજે ગુજરાતની બે ધરા ફરીવાર ધ્રુજી ઉઠી છે.
કચ્છ અને નવસારી જિલ્લામાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા છે.
ગત રાત્રિના ભચાઉના ધોળાવીરા ગામથી 26 કિલોમીટર દૂર 3.6ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. તો આજે નવસારીના વાંસદામાં ભૂકંપના આંચકાની તીવ્રતા 3.3 નોંધાઈ છે.
આ ભૂકંપનું કેન્દ્રબિંદુ વાંસદાથી 37 કિલોમીટર દૂર વલસાડ નજીક નોંધાયું છે.
આ પંથકમાં છેલ્લા બે મહિનામાં વારંવાર ભૂકંપના આંચકા આવતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
જો કે, હજુ સુધી કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.