Site icon

ગુજરાત ચૂંટણી : ભાજપે પ્રચારમાં અત્યાર સુધી આટલી સભાઓ ગજવી, જાણો કેટલા નેતા ઉતર્યા મેદાને.. 

Gujarat Election Result 2022 LIVE Updates

ગુજરાત વિધાનસભાની અનેક બેઠકો પર 'મોદી લહેર', કોને ક્યાંથી મળી જીત? જુઓ આખું લિસ્ટ અહીં…

 News Continuous Bureau | Mumbai

ગુજરાત (Gujarat) માં પ્રથમ તબક્કાના મતદાન (Eletion)  પહેલા અને છેલ્લા 20 દિવસમાં PM મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, યોગી સહિત અડધો ડઝન મુખ્યમંત્રીઓ અને અન્ય કેન્દ્રીય નેતાઓએ લગભગ 150 નાની-મોટી જાહેર સભા (Rally) ઓ યોજી હતી.

Join Our WhatsApp Community

અમિત શાહ-પીએમની જંગી સભાઓ થઈ 

 પ્રચાર અભિયાન શરુ થયું ત્યારથી લઈને અત્યાર સુધીમાં મોદી અને શાહે ત્રણ ડઝનથી વધુ જાહેરસભાઓને સંબોધી છે. આ બે ઉપરાંત, પાર્ટી (BJP) શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને કેન્દ્રીય પ્રધાનો અને ચોક્કસ જાતિ અને પ્રદેશોના નેતાઓ પણ રાજ્યના પ્રવાસ પર છે. ચૂંટણી વ્યૂહરચના સાથે સંકળાયેલા ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન (PM Modi) આજે રવિવારે ખેડા, નેત્રંગ અને સુરતમાં ચૂંટણી સભાઓને સંબોધશે અને પક્ષના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર કરશે. બીજા દિવસે તેઓ ચાર જાહેર સભાઓને સંબોધશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કચ્છ, જામનગર અને રાજકોટમાં પણ તેમની સભાઓ યોજાઈ શકે છે. અમરેલી, ભાવનગર, વડોદરા અને અમદાવાદની વિવિધ સીટો પર પ્રચાર કર્યા બાદ શાહ અન્ય વિસ્તારોમાં આજે પ્રચારના મેદાને ઉતર્યા છે જ્યારે નડ્ડા પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કર્યા બાદ હિંમતનગરમાં રોડ શો કરશે.

આ સમાચાર પણ વાંચો:  ગુજરાત ચૂંટણી : 150ના લક્ષ્‍યાંકને હાંસલ કરવા માટે ભાજપની આ 50 સીટો પર બાજ નજર..

આ નેતાઓ સભાઓ સંબોધી ચૂક્યા છે 

ભાજપ અધ્યક્ષ નડ્ડા, કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, ગજેન્દ્ર સિંહ શેખાવત, સ્મૃતિ ઈરાની, દેવુ સિંહ ચૌહાણ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, આસામના મુખ્યમંત્રી હિમંત શર્મા, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર વગેરે હાજર રહ્યા હતા.મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ પણ અત્યાર સુધીમાં અડધો ડઝન જેટલી સભાઓ સંબોધી છે. ભોજપુરી ફિલ્મ સ્ટાર્સ અને બીજેપી સાંસદ મનોજ તિવારી અને રવિ કિશન પણ આ મામલે પાછળ નથી. તેમણે રાજ્યના અનેક વિધાનસભા ક્ષેત્રોમાં રેલીઓ અને રોડ શો પણ કર્યા છે.

આ વિસ્તારોમાં થશે 1 તારીખે મતદાન 

ઉલ્લેખનીય છે કે ગુજરાતની 182 સભ્યોની વિધાનસભા માટે બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે અને મત ગણતરી 8 ડિસેમ્બરે થશે. પ્રથમ તબક્કામાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ સહીત જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે.

આ સમાચાર પણ વાંચો: મતદારો..! મતદાન કરતા પહેલા જાણી લો કે EVM કેવી રીતે…

Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Ahmedabad Railway Division: સાબરમતી લોકો શેડે ઇલેક્ટ્રિક લોકોમોટિવનું પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Exit mobile version