ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ડિસેમ્બર 2021
બુધવાર.
ગુજરાત હવે કોરોનાની ત્રીજી લહેર તરફ આગળ વધી રહ્યું છે.
ગુજરાતમાં સંભવિત કોરોનાની ત્રીજી લહેરના ખતરાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
ગુજરાત સરકારે 1 લાખ 45 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનના વાયલ મેળવવા માટેનાં ટેન્ડર બહાર પાડી દીધાં છે.
ટેન્ડર સ્વીકારવાની છેલ્લી તારીખ ૩જી જાન્યુઆરી૨૦૨૨, અને આ ટેન્ડર ચોથી જાન્યુઆરીએ બપોરે બાર વાગ્યા સુધી ફિઝિકલ રજુ કર્યા બાદ બપોરે ત્રણ વાગ્યે જ ઓનલાઇન ટેકનિકલ બીડ યોજવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે બીજી લહેર દરમિયાન રેમડેસિવિર ઇન્જેકશનની અછત ઉભી થવા પામી હતી પરિણામે કેટલીક જગ્યાએ નકલી ઇન્જેકશનો અને કાળા બજાર ખુલ્લમખુલ્લા થતું હતું.
ચાલો આખરે નક્કી થઈ ગયું. મુંબઈ મહાનગરપાલિકાના આ વોર્ડનું આગામી વર્ષમાં વિભાજન થશે; જાણો વિગત
