Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં આજ મધરાતથી પેટ્રોલ ડીઝલના ભાવોમાં 2-2 રૂપિયા નો ધમખર વધારો.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

ગાંધીનગર

Join Our WhatsApp Channel

15 જુન 2020

15 મી જૂને મધરાતથી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતીનભાઇ પટેલના જણાવ્યા મુજબ પેટ્રોલમાં બે રૂપિયા અને ડીઝલમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે આજે મધરાતથી લાગુ થઈ જશે.  

એક બાજુ લોકડાઉન ને કારણે લોકોનો આર્થિક પરિસ્થિતિ ડામાડોળ છે તેમ પેટ્રોલ ડીઝલના ભાવોમાં વધારો કરી ગુજરાત સરકારે પડતા પાર પાટું માર્યું છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં દૈનિક સુધારા બાદથી સતત 9મા દિવસે આ વિક્રમી ઊછાળો નોંધાયો છે. આછલાં થોડા દિવસોથી પૈસા મા વધારો થતો હતો પરંતુ આજે સિદધો 2 રૂપિયાનો વધારો કરી દીધો છે. દરમિયાન પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. નોંધનીય છે કે આ પહેલા સરકારે 14મી માર્ચે પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર રૂ. 3ની એક્સાઈઝ ડયુટી વધારી હતી. ત્યારબાદ એપ્રિલ મહિનામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલનો ભાવ, બે દાયકાના તળીયે પહોંચતા કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડયુટી પેટ્રોલમાં પ્રતિ લીટર રૂ. 10 અને ડીઝલમાં પ્રતિ લીટર રૂ. 13નો વધારો કર્યો હતો..

આમ રોજગાર ધંધા ઠપ્પ થતા સરકારને મળતી ટેક્સની  આવક બંધ થયી તો પેટ્રોલ ડિઝલમાં વધારો કર્યો. પરંતું જનતાની કોઈ આવક વધી નથી ત્યારે જોવાનું છે કે આ તેલ વધારો ક્યાં જઈને અટકે છે….

Zeeshan Siddique Security Concerns ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ધારાસભ્ય ઝીશાન સિદ્દીકી આક્રમક ‘મારા પર ગોળીબાર થવાની રાહ જુએ છે સરકાર?’ ઉઠાવ્યા ગંભીર સવાલો
Tiger Shroff Firing CJP Reaction નિર્દોષ યુવાનો પર દંડા અને ગુંડાઓ ખુલ્લેઆમ ફરે છે! ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ભડક્યા અભિજીત દીપકે સરકારને લીધી આડે હાથ!
Gujarat Tiger Population Expansion ગુજરાતના જંગલોમાં ફરી ગુંજશે વાઘની ત્રાડ! રતનમહાલમાં એકલા ફરતા વાઘને મળશે સાથી આ રાજ્યમાંથી આવી રહી છે ૨ વાઘણ!
Maharashtra RPF Officer Daring Rescue જો એક સેકન્ડનો પણ વિલંબ થયો હોત તો… ચાલતી ટ્રેનમાં ચડવા જતાં પટકાયેલી મહિલાને જવાને બચાવી; સીસીટીવી સામે આવ્યા
Exit mobile version