Site icon News Continuous Bureau | Mumbai

વાહ, જગત મંદીર દ્વારકા પાસે આવેલી બેટ દ્વારકા માટે અલગ ઓથોરીટી બનશે. જાણો શું કામ કરશે…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

ગાંધીનગર

Join Our WhatsApp Channel

2 જુલાઈ 2020

મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ત્રીજી બેઠકમાં પિરોટન ટાપૂને નેચર રિલેટેડ એકટીવીટીઝ માટેનું પ્રવાસન કેન્દ્ર બનાવવા માટે તેનો વિકાસ કરવામાં આવે, તેમજ પૂરાતન સાંસ્કૃતિક વિરાસત ધરાવતી બેટ દ્વારિકાના વિકાસ માટે, 'બેટ દ્વારકા આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના રાજ્ય સરકાર કરશે'. રાજ્યના પિરોટન બેટ, શિયાળ બેટ અને બેટ દ્વારકા જેવાં ટાપૂઓના પ્રવાસન વિકાસ માટે પ્રાથમિક તબક્કે 108 કરોડ રૂપિયાનો ખર્ચે કરવામાં આવશે.

ગુજરાત 1600 કિ.મી. લાંબો સમુદ્રકિનારો અને 144 થી વધુ આયલેન્ડ-બેટ ધરાવતું દેશનું વિકાસશીલ રાજ્ય છે. આ ઓથોરિટીનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાની જાળવણી સાથે આ ટાપૂઓ પર આર્થિક ગતિવિધિ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે.. પિરોટન ટાપૂ પર જવા-આવવા માટે દરિયાઇ ભરતી વેળાની સ્થિતિ વિષયક બાબતો અંગે બેઠકમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી રુપાણીએ આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીને એવું સૂચન કર્યુ હતું કે પિરોટન, શિયાળ બેટ અને બેટ દ્વારકા આયલેન્ડના વિકાસ માટે ડિટેઇલ્ડ પ્લાનિંગ કરીને વિશ્વના આ ક્ષેત્રના શ્રેષ્ઠ તજ્જ્ઞોની સેવાઓ લેવામાં આવે. 

સાથે જ પ્રવાસન સહિતની વિવિધ ગતિવિધિઓમાં સ્થાનિક યુવાઓને રોજગારી મળે તે માટે આઇ.ટી.આઇ દ્વારકાને મરિન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવાની જાણ વિભાગોને કરવામાં આવી છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/38gxlQ1 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Thane Gymkhana Death થાણેના જીમખાનામાં ૨૩ વર્ષીય યુવકનું ગોળી વાગવાથી રહસ્યમય મોત, આત્મહત્યાની આશંકાએ પોલીસ તપાસ શરૂ
Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Exit mobile version