Site icon

CM Bhupendra Patel : “મિનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ” ચરિતાર્થ કરતો ગુજરાત સરકારનો નિર્ણય, આ કિસ્સામાં કલેકટર જમીન વેલ્યુએશનમાં 5 કરોડ સુધી આપી શકશે મંજૂરી.

CM Bhupendra Patel: જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિન ખેતીના હેતુફેરની કામગીરી અંગે બોનાફાઇડ પરચેઝરના કિસ્સામાં જમીન વેલ્યુએશન આધારે પ્રીમિયમ વસુલાતની મંજૂરીની સત્તા સોંપણીમાં ફેરફાર કરાયો. બોનાફાઈડ પરચેઝરના કિસ્સામાં પાંચ કરોડ રૂપિયા સુધીના જમીનના વેલ્યુએશન ઉપર પ્રીમિયમ મંજૂરી જિલ્લા કલેકટર આપી શકશે

Gujarat government's decision, in bonafide purchaser case the collector can allow up to 5 crores in land valuation.

Gujarat government's decision, in bonafide purchaser case the collector can allow up to 5 crores in land valuation.

News Continuous Bureau | Mumbai

CM Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોનાફાઈડ પરચેઝરના કિસ્સામાં જિલ્લા અને રાજ્યકક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરીની દરખાસ્તોની મંજૂરીમાં ત્વરિતતા લાવવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

Join Our WhatsApp Community

રાજ્યમાં પ્રવર્તમાન નિયમાનુસાર  જે જમીનોનું વેલ્યુએશન ( Land Valuation ) ૫૦ લાખ રૂપિયાથી વધુ હોય તેવા કિસ્સામાં બોનાફાઇડ પરચેઝરે રાજ્ય ( Gujarat Government ) કક્ષાએથી ફરજિયાત મંજૂરી લેવી પડે છે. 

આવા પરચેઝર્સની અરજીની વધુ સંખ્યા તેમજ તેના પરિણામે મંજૂરી પ્રક્રિયામાં વિવિધ તબક્કે  અરજીઓની વિચારણામાં વ્યતીત થતો સમય નિવારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ( CM Bhupendra Patel ) સત્તા વિકેન્દ્રીકરણના હેતુસર મહત્વનો નિર્ણય કર્યો છે. 

મુખ્યમંત્રીએ મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સને ચરિતાર્થ કરવા જમીનની વેલ્યુએશનના આધારે પ્રીમિયમ વસુલાતની મંજૂરીની સત્તા સોંપણીમાં ફેરફાર કરવાનો આ નિર્ણય કર્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Baba Siddiqui Murder case : નવો ખુલાસો… બાબા સિદ્દીકીનું મૃત્યુ થયું કે નહીં તેની પુષ્ટિ કરવા માટે શૂટર આ રીતે પહોંચ્યો હતો હોસ્પિટલ…

તદઅનુસાર, મહેસુલ વિભાગના તા.૧૭/૦૩/૨૦૧૭ના ઠરાવ મુજબ બોનાફાઈડ પરચેઝરના ( Bonafide Purchaser ) કિસ્સામાં જમીનની વેલ્યુએશનના આધારે પ્રીમિયમ વસુલાતની હાલની સત્તા સોંપણીમાં ફેરફાર કરીને હવે પાંચ કરોડ રૂપિયા સુધીના જમીનના વેલ્યુએશન ઉપર પ્રીમિયમ વસુલાતની મંજૂરીની સત્તાઓ જિલ્લા કલેકટરને સોંપવામાં આવી છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ લોકાભિમુખ નિર્ણયને પરિણામે બોનાફાઇડ પરચેઝર્સની અરજીઓનો ઝડપથી નિકાલ થતાં સમગ્ર કાર્યવાહી વધુ વેગવંતી બનશે અને પરિણામે વિકાસ પ્રક્રિયાને પણ વેગ મળશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version