Site icon News Continuous Bureau | Mumbai

આવી ગયો છે ગુજરાતમાં બ્લૅક ફંગસ ઝડપી રીતે ફેલાઈ રહેલા મ્યુકરમાયકોસિસના સૌથી વધુ કેસ ગુજરાતમાં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 મે 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

કોરાનાની સારવાર બાદ બચી ગયેલા અનેક દર્દીઓ ઝડપથી મ્યુકરમાયકોસિસ એટલે કે બ્લૅક ફંગસના શિકાર બની રહ્યા છે. હવે ગુજરાતમાં પણ મોટા પ્રમાણમાં બ્લૅક ફંગસના કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં હાલ સૌથી વધુ બ્લૅક ફંગસના કેસ ગુજરાતમાં નોંધાયા છે.

રાજસ્થાન સરકારે બ્લૅક ફંગસને મહામારી જાહેર કરી છે. જીવલેણની સાથે જ ઝડપથી ફેલાતા આ ચેપની ચપેટમાં  મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ રાજ્ય આવી ગયાં છે. હવે ગુજરાતમાં પણ બ્લૅક ફંગસના દર્દી નોંધાયા છે. કેન્દ્ર સરકારના આરોગ્ય ખાતાના જણાવ્યા પ્રમાણે દેશમાં બ્લૅક ફંગસના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાયા  છે.

ગુજરાતમાં હાલ ચાર મહાનગરોની સિવિલ હૉસ્પિટલમાં હાલ 1,100થી વધુ દર્દી છે. મોટા ભાગના જિલ્લામાં તેના કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદની સિવિલમાં જ 470થી વધુ કેસ છે. રોજની અહીં 22થી 25 સર્જરી કરવામાં આવી રહી છે. અહીં અત્યાર સુધી એક પણ દર્દીની આંખ કાઢવી પડી નથી. સદનસીબે મૃત્યુનું પ્રમાણ ઓછું છે.

હાલ રાજસ્થાનમાં રોજના બ્લૅક ફંગસના 100 કેસ નોંધાઈ રહ્યા છે. રાજસ્થાન સરકારે અલગથી તેના દર્દીની સારવાર માટે વૉર્ડ બનાવ્યો છે. દિલ્હીમાં પણ રોજના મોટી સંખ્યામાં આ કેસ નોંધાઈ રહ્યા છે અને એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. ઉત્તર પ્રદેશમાં બ્લૅક ફંગસના કેસ વધી રહ્યા છે. મધ્ય પ્રદેશ સરકાર તેમના રાજ્યમાં નેજલ એન્ડોસ્કોપી અભિયાન ચલાવવાની છે, જેથી બ્લૅક ફંગસના કેસ જલદી ડિટેક્ટ થઈ શકે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં બ્લૅક ફંગસથી એકનું તો નાગપુરમાં સાતનાં મોત થઈ ચૂક્યાં છે. ઉત્તરાખંડમાં બેનાં મોત થયાં છે.

Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
BrahMos Deal Indian Navy દરિયામાં ભારતનો સુપરસોનિક દબદબો! બ્રહ્મોસ માટે ₹૬૬૧ કરોડની ડીલથી દુશ્મનોમાં ફફડાટ યુદ્ધજહાજો બનશે વધુ ઘાતક
Exit mobile version