ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
03 ઓક્ટોબર 2020
ગુજરાત હાઇકોર્ટના ચુકાદા અને ઓર્ડરની કોપી હવે ગુજરાતી ભાષામાં પણ હાઇકોર્ટની વેબસાઈટ પર મુકવામાં આવશે. ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને આર્ટિફિસરી ઇન્ટેલિજન્સ કમિટીએ લોકો સરળતાથી વાંચી અને સમજી શકે એ માટે પ્રાદેશિક ભાષામાં પણ હાઇકોર્ટના ચુકાદા અને ઓર્ડરને આપવામાં આવશે. ગાંધીજ્યંતીના દિવસથી આ સુવિધા શરૂ કરવામાં આવી છે. અગાઉની જેમ વેબસાઈટ પર ઓફિશિયલી અંગ્રેજી ભાષામાં અપાતાં ચુકાદા અને ઓર્ડર તો મુકવામાં આવશે જ..
હાઇકોર્ટની વેબસાઈટ નીચે મુજબ છે… https://gujarathighcourt.nic.in gujaratijudgments.. ગુજરાતીમાં ભાષાંતરિત કરેલા ચુકાદા અને આર્ડર માત્ર લોકોની સમજ પૂરતા રહેશે. જ્યારે હાઈકોર્ટના દરેક ચુકાદા અને ઓર્ડર અંગ્રેજી ભાષામાં જ અધિકારીક રીતે માન્ય રહેશે. એમ પણ જજ દ્વારા જણાવાયુ છે..