Site icon

દુઃખદ – મોરબી કરુણાંતિકામાં આ ભાજપ સાંસદના એક બે નહીં પણ પરિવારના 12 સભ્યોના નિપજ્યા મોત

News Continuous Bureau | Mumbai

મોરબી(Morbi)માં રવિવારની સાંજે સર્જાયેલી દુર્ઘટના (Bridge collapse) માં અત્યાર સુધીમાં 141થી વધુ લોકોના મોત નિપજ્યા છે. મચ્છુ નદી(Machhu river) પર થયેલા આ ભયંકર અકસ્માતમાં ભાજપ સાંસદ મોહનભાઈ કુંડારિયા(BJP MP Mohanbhai Kundariya) ના 12 સ્વજનોના પણ મોત થયા છે. દુર્ઘટનામાં મૃત્યુ આંક ઝડપથી વધી રહ્યો છે. આર્મી, એરફોર્સ, નેવી અને એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે બચાવ કામગીરીમાં લાગેલી છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ મુજબ રાજકોટ(Rajkot)ના સાંસદ મોહનભાઈએ કહ્યું કે, આ દુર્ઘટનામાં મે મારી બહેનના જેઠ એટલે કે મારા જીજાજીના ભાઈની 4 દીકરીઓ, 3 જમાઈ અને 5 બાળકો ગુમાવ્યા છે. આ એકદમ દુઃખદ છે.

આ સમાચાર પણ વાંચો :  રોકડની લ્હાય ભારે પડી- માત્ર 17 રૂપિયામાં 100 લોકોની ક્ષમતા ધરાવતા બ્રિજ માટે કંપનીએ 650થી વધુ લોકોને આપી ટિકિટ- વાંચો સનસનીખેજ અહેવાલ

સાંસદ મોહનભાઈએ જણાવ્યું હતું કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે. હું ગઈકાલ સાંજથી અહીં છું. 100થી વધુ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે આ અકસ્માતનું સત્ય 100 ટકા બહાર આવશે. કારણ કે પીએમ મોદી(PM Modi) પણ આ બાબત પર સતત નજર રાખી રહ્યા છે. આખી રાત તેઓ ફોન પર તેમના વિશે સતત માહિતી મેળવતા રહ્યા છે.

BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Ladki Bahin Yojana Update: સાવધાન! જો આ એક કામ બાકી હશે તો નહીં મળે ‘લાડકી બહેન યોજના’ના ₹1500; ફોર્મ રિજેક્ટ થતા પહેલા કરી લો આ ફેરફાર.
BMC Mayor Race: મુંબઈ કોનું? એક જ ચાલમાં ઉદ્ધવ ઠાકરે પલટી નાખશે આખી બાજી! BMC ની સત્તા પાછી મેળવવા શિંદે-ભાજપ સામે બિછાવી નવી જાળ
Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
Exit mobile version