Site icon

Gujarat MSMEs : ગુજરાત માં છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે ૧.૩૦ લાખ જેટલા MSMEને રૂ. ૭,૮૬૪ કરોડ કરતાં વધુની સહાય અપાઈ

Gujarat MSMEs : ‘ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ’-ZED સર્ટિફિકેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે

Gujarat MSMEs assistance worth over Rs. 7,864 crore has been provided to approximately 1.30 lakh MSMEs in the last five years. In Gujarat

Gujarat MSMEs assistance worth over Rs. 7,864 crore has been provided to approximately 1.30 lakh MSMEs in the last five years. In Gujarat

News Continuous Bureau | Mumbai

Gujarat MSMEs : 

Join Our WhatsApp Community

રાજ્યમાં MSME ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ:-
• અંદાજે ૮૯ હજાર કરતાં વધુ ZED-રજિસ્ટર્ડ MSME અને ૫૯ હજાર કરતાં વધુ ZED-પ્રમાણિત MSME નોંધાયા
• તા. ૫ એપ્રિલથી તા. ૨૯ મે, ૨૦૨૫ દરમિયાન તમામ જિલ્લાઓમાં ‘ગુણવત્તા યાત્રા’નું આયોજન કરાયું
• અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, વડોદરા અને કચ્છ એમ કુલ છ Regional MSEFC કાઉન્સિલ કાર્યરત
 
ગુજરાત સરકારની ઉદાર ઉદ્યોગ નીતિના અસરકારક અમલીકરણના પરિણામે ગુજરાત ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું છે. ગુજરાત સરકાર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો – MSME માટે સહાય યોજનાઓ અંતર્ગત વર્ષ ૨૦૨૦-૨૧થી વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં કુલ ૧.૩૦ લાખ કરતાં વધુ એકમોને રૂ. ૭,૮૬૪ કરોડ કરતાં વધુની સહાય આપી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત@૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં સિંહફાળો આપી રહી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં ઉદ્યોગ ક્ષેત્રમાં ‘ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ’-ZED સર્ટિફિકેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે. રાજ્યમાં અંદાજે ૮૯ હજાર કરતાં વધુ ZED-રજિસ્ટર્ડ MSME અને ૫૯ હજાર કરતાં વધુ ZED-પ્રમાણિત MSME નોંધાયા છે, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. કેન્દ્ર સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એન્ટરપ્રાઈઝ મંત્રાલય દ્વારા જે પહેલા ‘ઉદ્યોગ આધાર મેમોરેન્ડમ’ તરીકે ઓળખાતું હતું તેની જગ્યાએ ‘ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ’ની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત વર્ષ ૨૦૨૦-૨૧થી વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં રાજ્યમાં ૨૩.૭૯ લાખ કરતાં વધુ એકમોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા, સ્થાનિક ઉદ્યોગોની ભાગીદારી વધારવા તેમજ સમગ્ર રાજ્યમાં જાગૃતિ ફેલાવવાના હેતુસર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઓકટોબર-૨૦૨૩માં ‘વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ’-VGVD ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્થાનિક વેચાણ અને નિકાસ માટે જિલ્લાવાર અનન્ય ઉત્પાદનોને ઓળખવા તેમજ મેપીંગ કરવા માટે ODOP સંબંધિત કુલ ૨૬ ઉદ્યોગ ઉત્પાદનોને પસંદ કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : BEST Bus Passengers : મુસાફરોએ પરિવહનનો ‘રૂટ’ બદલ્યો! ‘બેસ્ટ બસ’ ભાડા વધારા પછી મુસાફરોની સંખ્યામાં આટલા ટકાનો ઘટાડો; ટિકિટના ભાવ ઘટાડવાની ઉઠી માંગ

રાજ્યમાં ગુણવત્તાયુક્ત વૃદ્ધિમાં સુધારો કરવા, સ્થાનિક ઉદ્યોગોની ભાગીદારી વધારવા અને જાગૃતિ ફેલાવવા માટે તમામ જિલ્લાઓમાં ‘ગુણવત્તા યાત્રા’નું આયોજન તા. ૫ એપ્રિલથી તા. ૨૯ મે, ૨૦૨૫ દરમિયાન કરવામાં આવ્યું છે, જે અત્યાર સુધીમાં રાજ્યના ૧૮ જિલ્લાઓમાં સંપન્ન થઇ ચૂકી છે.

નવી ઔદ્યોગિક નીતિ ૨૦૨૦ હેઠળ મેન્યુફેકચરીંગ MSME સેકટરને ઔધોગિક એસોસીએશન-ચેમ્બર્સ-ફેડરેશન દ્વારા યોજાતા એકઝીબીશનમાં ભાગ લેવા માટે વિવિધ સહાય આપવામાં આવે છે, જે અંતર્ગત રાજ્ય સ્તરના એકઝીબીશનમાં ભાગ લેવા માટે ૭૫ ટકાના ધોરણે મહત્તમ રૂ. ૫૦ હજાર, રાષ્ટ્રીય સ્તરે મહત્તમ રૂ. ૧ લાખ અને આંતરરાષ્ટ્રીય સ્તરે-ભારતની અંદર મહત્તમ રૂ. ૨ લાખની સહાય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે-ભારતની બહાર ૬૦ ટકાના ધોરણે મહત્તમ રૂ. ૫ લાખની સહાય આપવામાં આવે છે. આ યોજના અન્વયે રાજ્ય સરકાર દ્વારા એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં કુલ ૮૫૨ અરજીઓ મંજૂર કરી રૂ. ૫ કરોડની સહાય એકમોને ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત માર્કેટ ડેવલોપમેન્ટ આસિસ્ટન્ટ યોજના-૨ હેઠળ ઓર્ગેનાઇઝરને પ્રદર્શનના સમયગાળા દરમિયાન પ્રદર્શનના વીજ વપરાશના ૬૦ ટકા બિલ સહાય પણ આપવામાં આવે છે.

ગુજરાતમાં વિલંબિત ચૂકવણી માટે માત્ર એક કાઉન્સિલ હતી, જેથી કેસોના ઝડપી નિકાલ કરવા અને સ્થાનિક સ્તરે વિવાદ નિવારણ કરવા માટે ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૩-૨૪માં નવી પાંચ અને તાજેતરમાં છઠ્ઠી કચ્છ એમ કુલ છ Regional MSEFC કાઉન્સિલની સ્થાપના કરી છે. આમ રાજ્યમાં કાર્યરત અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, વડોદરા અને કચ્છ MSEFC કાઉન્સિલ દ્વારા જાન્યુઆરીથી ડિસેમ્બર, ૨૦૨૪ સુધીમાં ૧,૦૮૧ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં MSME હેઠળના ઉદ્યોગ સાહસિકોને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સબસીડી, વ્યાજ સહાય જેવી વિવિધ સહાય આપવામાં આવે છે, જે અંતર્ગત તા. ૦૧ એપ્રિલ, ૨૦૨૪થી તા. ૦૮ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીમાં ઔદ્યોગિક નીતિ-૨૦૧૫ અન્વયે વ્યાજ સહાય, કેપિટલ સહાય અને CGTMSE સહાયમાં કુલ ૪,૪૦૦થી વધુ ક્લેઈમ અરજીઓને રૂ. ૧૩૭ કરોડથી વધારે સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત ઔદ્યોગિક નીતિ-૨૦૨૦ અન્વયે કુલ ૮,૭૦૦થી વધુ ક્લેઈમ અરજીઓને રૂ. ૩૪૫ કરોડથી વધારે સહાય તેમજ આત્મનિર્ભર ગુજરાત સ્કિમ ફોર આસિસ્ટન્સ ટુ એમએસએમઇ-૨૦૨૨ અન્વયે વ્યાજ સહાય, કેપિટલ સહાય અને CGTMSE સહાયમાં કુલ ૨,૪૦૦થી વધુ ક્લેઈમ અરજીઓને રૂ. ૨૪૫ કરોડથી વધારે સહાય આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના MSME મંત્રાલય દ્વારા ઉદ્યોગોના મૂડી રોકાણ અને વાર્ષિક ટર્નઓવરના આધારે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એમ ત્રણ કેટેગરીમાં વર્ગીકરણ કરવામાં આવે છે. જે એકમોમાં પ્લાન્ટ, મશીનરી અને સાધનોમાં થયેલ મૂડીરોકાણ રૂ. ૨.૫ કરોડથી વધુ ન હોય અને ટર્નઓવર રૂ. ૧૦ કરોડથી વધારે ન હોય તેવા સૂક્ષ્મ એકમો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે, તેવી જ રીતે જે એકમોના પ્લાન્ટ, મશીનરી અને સાધનોમાં થયેલ મૂડીરોકાણ રૂ. ૨૫ કરોડથી વધુ ન હોય અને ટર્નઓવર રૂ. ૧૦૦ કરોડથી વધારે ન હોય તેવા લઘુ એકમો તેમજ મૂડીરોકાણ રૂ. ૧૨૫ કરોડથી વધુ ન હોય અને ટર્નઓવર રૂ. ૫૦૦ કરોડથી વધારે ન હોય તેવા મધ્યમ એકમો તરીકે ઓળખાય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version