Site icon

Gujarat News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો હિતકારી નિર્ણય, સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયત વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ પામેલા આવાસો માટે વાર્ષિક રૂ.૨૦૦ના એક સમાન દરથી ઘર વેરા આકારણીની વસુલાત થશે

Gujarat News : વાર્ષિક ૨૦૦ રૂપિયાના આ આકારણીના દર નક્કી કરવામાં આવ્યા છે. કોઈપણ ગ્રામ પંચાયત આ વાર્ષિક ૨૦૦ રૂપિયાના નિર્ધારિત દરથી વધારે રકમ વસૂલ કરી શકશે નહીં તેવો નિર્ણય પણ કરવામાં આવ્યો છે

Infosys Development Center : Gandhinagar GIFT City Infosys Development Center Launch, CM Bhupendra Patel Inauguration PHOTOS, VIDEOS

Infosys Development Center : Gandhinagar GIFT City Infosys Development Center Launch, CM Bhupendra Patel Inauguration PHOTOS, VIDEOS

 News Continuous Bureau | Mumbai

  Gujarat News : 

Join Our WhatsApp Community

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ થયેલા આવાસોના લાભાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) સહિતની વિવિધ યોજનાઓમાં સરકારની સહાયથી બનેલા આવાસો માટે રાજ્યભરમાં આવાસ લાભાર્થીઓ પાસેથી એક સમાન દરે વાર્ષિક રૂ.૨૦૦ ઘર વેરા આકારણી પેટે લેવામાં આવશે.

રાજ્યની તમામ ગ્રામ પંચાયતોની હદમાં સરકારી સહાયથી બનેલા આવાસોની હાલની ઘર વેરા આકારણીના સમયગાળાથી આગામી ૪ વર્ષ માટે વાર્ષિક ૨૦૦ રૂપિયાના આ આકારણીના દર નક્કી કરવામાં આવ્યા છે. કોઈપણ ગ્રામ પંચાયત આ વાર્ષિક ૨૦૦ રૂપિયાના નિર્ધારિત દરથી વધારે રકમ વસૂલ કરી શકશે નહીં તેવો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ચાર વર્ષ પછી આ આકારણી દરની રાજ્ય સરકાર સમીક્ષા હાથ ધરશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની આવાસ યોજનાઓના લાભાર્થીઓની આર્થિક સ્થિતિ નબળી હોય છે અને આવા લાભાર્થીઓને પોતીકા આવાસ બાંધકામ માટે પણ સરકાર આર્થિક સહાય આપીને ‘ઘરના ઘર’નું સપનું સાકાર કરવા સરકાર પડખે ઊભી રહે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ પ્રત્યે સંવેદનશીલતા દર્શાવતા રાજ્યમાં ગ્રામીણ ક્ષેત્રોમાં સરકારી સહાયથી બનેલા આવાસો માટે એક સમાન એટલે કે, વાર્ષિક રૂ.૨૦૦ના દરે ઘર વેરા આકારણી કરવાનો નિર્ણય કર્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Review Ganga treaty :પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશ? શું ભારત સિંધુ જળ સંધિની જેમ ગંગા જળ સંધિ રદ કરશે? અટકળો તેજ..

મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને પરિણામે લાખો ગ્રામીણ ગરીબ પરિવારોને ઘર વેરા આકારણીની રકમમાં મોટી રાહત મળશે. રાજ્ય સરકારના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ્ય વિકાસ વિભાગે આ નિર્ણય અંગેનો ઠરાવ પણ જારી કર્યો છે.

 

Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Ahilyanagar Municipal Election 2026: અહિલ્યાનગર ચૂંટણીમાં મોટો ઉલટફેર: શિંદે સેનાના ૫ ઉમેદવારો રેસમાંથી બહાર, જાણો કયા કારણોસર ફોર્મ રદ થયા અને હવે શું છે રણનીતિ?.
BMC Election 2026 Scrutiny: BMC ચૂંટણીમાં ૨,૨૩૧ ઉમેદવારો મેદાનમાં: ચકાસણી દરમિયાન માત્ર ૧૬૭ ફોર્મ રદ થયા; જાણો હવે ક્યારે થશે ચિન્હોની ફાળવણી.
Exit mobile version