Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતવાસીઓએ જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ અધધધ આટલા કરોડ રુપિયાનો દંડ ચૂકવ્યો.. જાણો વિગતે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

26 સપ્ટેમ્બર 2020

ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણને કાબુમાં લેવા માટે ગુજરાત પોલીસ ની ભુમિકા ખુબ મહત્વની રહી છે, ફરજિયાત માસ્કના કાયદાનો અમલ કરાવવા માટે પણ પોલીસ કર્મચારીઓ દિવસ રાત પોતાની ફરજ બજાવી રહ્યા છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે હાલ પણ ગુજરાતીઓ માસ્ક પહેરવાની બાબતે ખુબ જ બેદરકારી દાખવી રહ્યા છે. જેના કારણે સ્થિતિ એવી આવી છે કે માત્ર ચાર મહિનાના સમયગાળામાં જ ગુજરાત પોલીસે 17 લાખ 25 હજાર 877 લોકો પાસેથી રુપિયા 52 કરોડ 35 લાખ 61 હજાર 800 રૂપિયાનો દંડ વસુલ્યો છે. નોંધપાત્ર વાત છે કે  આ દંડ ગુજરાત પેન્ડેમીક ડીસીઝ કોવિડ-19 રેગ્યુલેશન-2020, ધ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ઇન્ડિયન પિનલ કોડ અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ વસુલવામાં આવ્યો છે.  

 ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે માસ્ક પહેરવુ જરુરી છે અને લોકડાઉન બાદ વડાપ્રધાન મોદીએ લોકોને માસ્ક પહેરવા અપીલ કરી હતી. જેમાં મો ઢાંકી શકાય તેવુ કપડુ પણ મો પર લગાવ્યું હોય તો પણ ચાલે, પરંતું ઘણા લોકોમાં હજુ પણ જાગૃતતાનો અભાવ છે  

Raj Thackeray Emergency Meeting MNS રાજ ઠાકરેએ બોલાવી ઈમર્જન્સી બેઠક શિવાજી પાર્કમાં ‘ટ્રેલર’ દેખાયા બાદ મનસે આક્રમક, ‘જે કરવું હોય તે કરો’ના એલાન વચ્ચે મુંબઈમાં શું થશે?
Anand Dubey Resigns Shiv Sena UBT શિવસેના UBT ને મોટો ફટકો ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રવક્તા અને હિન્દી ચહેરો આનંદ દુબેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
Ramayana Ramtek Event Cancelled મહારાષ્ટ્રમાં ગંભીર દુકાળની સ્થિતિ નાગપુરના રામટેક ખાતે યોજાનારો ભવ્ય રામાયણ ઉત્સવ રદ
Thane Station Mega Ticket Checking Drive થાણે સ્ટેશન પર રેલવેની મેગા ‘ટિકિટ ચેકિંગ’ ડ્રાઇવ 613 બિનટિકિટ મુસાફરો પાસેથી ₹2.40 લાખથી વધુનો દંડ વસૂલાયો
Exit mobile version