Site icon

Gujarat Police : ગુજરાત પોલીસ એક્શનમાં, કોઈ પણ ગુનેગારને કે તેની સાથે સંપર્કમાં રહી મદદ કરનાર શખ્સોની ખેર નથી.. કરશે કડક કાર્યવાહી

Gujarat Police : ગુજરાત પોલીસ કોઈ પણ ગુનેગારને કે તેની સાથે સંપર્કમાં રહી મદદ કરનાર શખ્સોને છોડશે નહીં. તા.૩૧/૦૧/૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં બોટાદ જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ત્રણ દરોડા પાડી રૂ .૫૮.૬૬ લાખનો મુદ્દામાલ પકડવામાં આવ્યો.

gujarat police will not spare any criminal or those who are in contact

gujarat police will not spare any criminal or those who are in contact

 News Continuous Bureau | Mumbai

Gujarat Police  : સ્ટેટ મોનીટરીંગ સેલે વર્ષ ૨૦૨૩થી અત્યાર સુધીમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ કુલ ૯૭૮ ગુનાઓ, જુગાર ધારા હેઠળ કુલ ૨૩૦ ગુનાઓ તેમજ ખનિજ ચોરી, કેમિકલ ચોરી જેવા ૫૦ ગુનાઓ દાખલ કરી કડક કાર્યવાહી કરી છે

Join Our WhatsApp Community

બોટાદ જિલ્લામાં દારૂ વેચનાર ઉપર દરોડા પાડવા બાબતે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ગૃહ રાજ્ય મંત્રીશ્રી વતી મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જવાબ આપતા કહ્યું હતું કે, ગુજરાત પોલીસ કોઈ પણ ગુનેગારને કે તેની સાથે સંપર્કમાં રહી મદદ કરનાર શખ્સોને છોડશે નહીં. તા.૩૧/૦૧/૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં બોટાદ જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ત્રણ દરોડા પાડી રૂ .૫૮.૬૬ લાખનો મુદ્દામાલ પકડવામાં આવ્યો. જે અનુસંધાને જવાબદાર અધિકારીઓ સામે નિયમોનુસાર ખાતાકીય પગલા લેવામાં આવ્યા છે.

સ્ટેટ મોનિટરીંગ સેલે કરેલી કામગીરી અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સ્ટેટ મોનીટરીંગ સેલ એ રાજ્યના પોલીસ વડાશ્રીના નિયંત્રણ હેઠળનો અને સીધા જ સુપરવિઝન હેઠળ કામ કરતો રાજ્ય સરકારનો સ્વાયત સેલ છે. SMC દ્વારા વર્ષ ૨૦૨૩ થી અત્યાર સુધીમાં પ્રોહીબીશન ધારા હેઠળ કુલ ૯૭૮ ગુનાઓ દાખલ કરી રૂ.૧૦૪.૬૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેવી જ રીતે જુગાર ધારા હેઠળ કુલ ૨૩૦ ગુનાઓ દાખલ કરી રૂ.૭.૬૯ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તો બીજી તરફ ગેસ ચોરી, ખનિજ ચોરી, ખાતર ચોરી, કેમિકલ ચોરી, સળીયા ચોરી જેવા વિવિધ ૫૦ ગુનાઓ દાખલ કરી રૂ.૧૩૯.૫૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એટલું જ નહીં, ૧૧૫ નાસતા-ફરતા આરોપીઓને પણ પકડી પાડ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  Gandhinagar News: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજ્ય બીજ નિગમનો રૂ.૧૦.૬૫ કરોડનો ડિવિડન્ડ ચેક અર્પણ

સ્ટેટ મોનીટરીંગ સેલને પોલીસ સ્ટેશન આપવા પાછળના કારણો અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નો જવાબ આપતા મંત્રીશ્રીએ કહ્યું કે, અમુક ગુનાઓ એવા હોય છે કે જેનો વ્યાપ એક કરતા વધારે જીલ્લાનો કે સમગ્ર રાજ્યનો હોય છે. આવા ગુનાની તપાસ માટે રાજ્ય સ્તરના પોલીસ સ્ટેશનની જરૂરીયાત પડે છે. ઉપરાંત નાર્કોટીક્સ સહિતના કેટલાક કેસોમાં ગુપ્તતા રહે તે પણ જરૂરી છે. તેથી મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી તા.૩૧/૦૧/૨૦૨૫ના રોજ સમગ્ર રાજ્યના કાર્યક્ષેત્રને આવરી લેતા સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસ સ્ટેશનને કાર્યરત કરવામાં આવ્યું છે. 

જે દિવસે આ પોલીસ સ્ટેશન કાર્યરત થયુ તે જ દિવસે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર તથા અમદાવાદ જિલ્લાઓમાં સંગઠીત ગુના આચરતી ટોળકીના કુલ-૧૦ ગેંગના સભ્યો વિરૂધ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરી, દાખલો બેસાડતી કાર્યવાહી કરવામાં આવી છે. તે ઉપરાંત તાજેતરમાં જ બે નાઈજીરીયન નાગરીકને પ્રતિબંધિત ડ્રગ્સ(કોકેઈન) ૧૪૯.૫૧૦ ગ્રામ, કિં.રૂ.૧,૪૯,૫૧,૦૦૦/- સાથે પકડી પાડી, (NDPS) એક્ટ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version