Site icon

Gujarat Rain : જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, સિઝનનો 100 ટકા વરસાદ ખાબક્યો, આ વિસ્તારોમાં મન મૂકીને વરસ્યો..

Gujarat Rain : કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં જ ૪ ઇંચથી વધુ, જ્યારે માત્ર ૩ જ તાલુકામાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ ૧૦૦ ટકા પૂર્ણ થયો છે.

Gujarat Rain : Season's total average rainfall in state crosses 100 percent

Gujarat Rain : Season's total average rainfall in state crosses 100 percent

News Continuous Bureau | Mumbai

Gujarat Rain: રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ ૧૦૦ ટકાને પાર. ભારે વરસાદથી ( heavy rain ) સર્જાયેલી સ્થિતિને પૂર્વવત કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર તંત્ર રાહત-બચાવ કામગીરી માટે ખડેપગે વરસાદ પ્રભાવિત ૯ જિલ્લામાં કુલ ૧૬,૩૬૦થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું; અત્યાર સુધીમાં કુલ ૧૦૭૯ લોકોને રેસક્યું કરાયા. અસરગ્રસ્ત વિસ્તારોના ૧૭,૨૪૨ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો; ૧૭,૧૪૯ ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો. ગુજરાતભરમાં ભારે વરસાદ (Heavy Rain) ને પરિણામે સર્જાયેલી સ્થિતિને પૂર્વવત કરવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) ના સતત માર્ગદર્શન હેઠળ સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર રહીને આપદા પ્રબંધન માટે સુસજ્જતા સાથે કામ કરી રહ્યું છે. રાજ્યમાં ગત ૩-૪ દિવસોના પ્રમાણમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. મંગળવાર સવારના ૬.૦૦ થી સાંજના ૬.૦૦ કલાક દરમિયાન કચ્છ (Kutch) જિલ્લાના રાપર તાલુકામાં જ ૪ ઇંચથી વધુ, જ્યારે માત્ર ૩ જ તાલુકામાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ ૧૦૦ ટકા પૂર્ણ થયો છે, તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલમાં જણાવાયું છે.

Join Our WhatsApp Community

લોકોનું સલામત સ્થળે સ્થળાંતર

અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, વરસાદ પ્રભાવિત ૯ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૬,૩૬૦થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૮ જિલ્લાના ૧૦૭૯ લોકોને રેસક્યું કરવામાં આવ્યા છે. રેસ્કયું કામગીરી માટે વરસાદ પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની ૧૦ અને SDRFની ૧૦ ટીમ ખડેપગે તહેનાત કરાઈ છે. જરૂર પડ્યે વધુ ૫ ટીમ NDRFની અને SDRFની ૧૩ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

આ  સમાચાર પણ વાંચો : India-Canada Standoff: સંબંધો બગાડવા માટે ઉત્સુક કેનેડા, ભારતના વળતા હુમલા બાદ જારી કરી ટ્રાવેલ એડવાઈઝરી..

ભારે વરસાદને કારણે રાજ્યમાં હાઇવે તથા પંચાયત માર્ગોને જે અસર પડી છે તેને પણ ઝડપભેર મરામત કરી ફરી શરૂ કરવા તંત્ર દ્વારા ખડેપગે રહી કામગીરી કરવામાં આવી રહી છે.

૧૭,૨૪૨ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો

ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત વિસ્તારોના ૧૭,૨૪૨ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તંત્ર દ્વારા ત્વરાએ ૧૭,૧૪૯ ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે, જ્યારે બાકીના ૯૩ ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી હાલ પ્રગતિમાં છે, તેમ વધુમાં જણાવાયું છે.

Bangladeshi infiltrators: બાંગ્લાદેશી ઘૂસણખોરોની હવે ખેર નથી; રાજ્ય સરકારે લીધો ‘આ’ મહત્વનો નિર્ણય
Satara: સતારાની મહિલા ડૉક્ટરને ન્યાય,આત્મહત્યા માટે ઉશ્કેરનાર આરોપીઓમાંથી 1 જેલભેગો, આટલા હજુ ફરાર.
Islampur: ઇસ્લામપુર બન્યું ઈશ્વરપુર! મહારાષ્ટ્રના શહેરનું નામ બદલાયું, કેન્દ્રની મંજૂરી
MVA: MVAમાં રાજકારણ ગરમાયું: રાજ ઠાકરેની વધતી નિકટતાથી કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી ચિંતામાં; શું ઉદ્ધવ ઠાકરે બદલશે રસ્તો?
Exit mobile version