Site icon

PDS Supply Chain Optimization: ગુજરાતની વધુ એક સિદ્ધિ, આ સિસ્ટમના સફળતાપૂર્વક અમલીકરણ માટે ભારત સરકાર તરફથી મળ્યો પ્રતિષ્ઠિત પુરસ્કાર..

PDS Supply Chain Optimization: FCI - GSCSCLના ગોડાઉન તેમજ તમામ વ્યાજબી ભાવની દુકાનોને ઓનલાઈન PDS પ્લેટફોર્મમાં જીઓ-ફેન્સ કરાઇ. ડિસેમ્બર ૨૦૨૩ થી જુલાઈ ૨૦૨૪ દરમિયાન પરિવહન ખર્ચમાં અંદાજિત રૂ. ૪.૫ કરોડની બચત

News Continuous Bureau | Mumbai 

PDS Supply Chain Optimization:   કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગને નવી દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગત તા.૫ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ‘અન્ન ચક્ર’ PDS સપ્લાય ચેઈન ઓપ્ટિમાઇઝેશન ટૂલ અને NFSA માટે સબસિડી ક્લેમ્સ એપ્લિકેશન (SCAN) પોર્ટલના લોન્ચિંગ સમયે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.  

Join Our WhatsApp Community

ગુજરાતમાં જાહેર વિતરણ વ્યવસ્થા ( PDS ) સપ્લાય ચેઈન ઓપ્ટિમાઈઝેશન ( PDS Supply Chain Optimization ) , કે જેમાં ખાસ કરીને રૂટ ઓપ્ટિમાઈઝેશન અમલીકરણના ઉત્તમ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૨ના જૂન માસથી અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લોજિસ્ટિક્સને સુવ્યવસ્થિત કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. રાજ્યમાં આવેલા ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ( Food Corporation of India ) અને ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ( GSCSCL ) ના તમામ ગોડાઉન તેમજ તમામ વ્યાજબી ભાવની દુકાનો(FPS)ને ઓનલાઈન PDS પ્લેટફોર્મમાં સફળતાપૂર્વક જીઓ-ફેન્સ કરવામાં આવ્યા છે.

ફાઉન્ડેશન ફોર ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી ટ્રાન્સફર ( FITT ), આઈઆઈટી દિલ્હી અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) દ્વારા સંયુક્ત રીતે એક ઓપ્ટિમાઇઝેશન સ્ટડી તૈયાર કરવામાં આવ્યો હતો.  જેમાં ગુજરાત માટે L1  એટલે કે FCI/CWC થી GSCSCL ગોડાઉન સુધીમાં ૩૮ ટકા અને L2 એટલે કે GSCSCL થી FPS સુધીમાં ૦૬ ટકા સુધીના નોંધપાત્ર ખર્ચ ઘટાડાનો અંદાજ દર્શાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત વિભાગે   વ્યાપક વિશ્લેષણ હાથ ધરીને ઓપ્ટિમાઇઝ કરી શકાય તેવા L1 માટે ૬૫૧ રૂટ્સ અને L2 માટે ૧૬,૮૨૭ રૂટ્સની ઓળખ કરી હતી.

FCI ની FIFO નીતિ અને મૌસમી વિવિધતા જેવા પડકારો હોવા છતાં આ વિભાગે FCIના અધિકારીઓ,જિલ્લા અધિકારીઓ અને પરિવહન એજન્સીઓ સહિતનાં હિતધારકો સાથે સતત બેઠકો અને ચર્ચા વિચારણા કરી L1 માટે ૨૩૯ માંથી ૧૭૦ એટલે કે ૭૧.૧૨ ટકા રૂટ અને L2 માટે ૧૬,૮૨૭ માંથી ૧૫,૩૭૬ એટલે કે ૯૧.૩૭ ટકા રૂટ સફળતાપૂર્વક ઑપ્ટિમાઇઝ કર્યા હતા. જેના પરિણામે ડિસેમ્બર ૨૦૨૩ થી જુલાઈ ૨૦૨૪ દરમિયાન જ પરિવહન ખર્ચમાં કુલ અંદાજિત રૂ. ૪.૫ કરોડ અને માસિક સરેરાશ રૂ. ૫૬ લાખની બચત થઈ હતી.

આ સમાચાર પણ વાંચો  : Buyer Seller Meet Ashtalakshmi Mahotsav: અષ્ટલક્ષ્મી મહોત્સવમાં કેન્દ્ર સરકારે “ખરીદનાર વિક્રેતા મીટ”નું કર્યું આયોજન, આ ચાર મુખ્ય ક્ષેત્રોને આવરી લીધા…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ( Bhupendra patel ) સક્ષમ નેતૃત્વમાં અને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી  કુંવરજીભાઈ બાવળીયાના માર્ગદર્શનમાં આવા પરિવર્તનકારી પરિણામોની ભારત સરકાર દ્વારા નોંધ લઇ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વધુમાં, ( Central Government ) PDS સપ્લાય ચેઇન ઓપ્ટિમાઇઝેશનના કેન્દ્ર સરકારના પ્રેઝન્ટેશન તેમજ બ્રોશરમાં પણ ગુજરાત મોડેલને ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું, જે ગુજરાત માટે ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત છે. આ ઉપલબ્ધિ વિભાગની નવીનતા, કાર્યક્ષમતા અને સેવામાં ઉત્તમતા લાવવા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. તદુપરાંત જાહેર વિતરણ પ્રણાલીને સુવ્યવસ્થિત ચલાવીને તમામ સાચા લાભાર્થીઓને યોગ્ય લાભ મળી રહે તે સુનિશ્ચિત કરવાની ગુજરાત સરકારની ( Gujarat Government ) અડગ દૃષ્ટિને પ્રતિબિંબિત કરે છે, તેમ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગની યાદીમાં જણાવ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Exit mobile version