Site icon

જાણો, મુશળધાર વરસાદને કારણે ગુજરાતના કેટલા ડેમ ભરાયા અને કેટલા ડેમમાં ૯૦ ટકા પાણી આવ્યું…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

ગાંધીનગર

Join Our WhatsApp Community

8 જુલાઈ 2020

ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેનાથી જામનગર, દેવભૂમિ દ્વારીકા, અમરેલી, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટમાં બારે મેઘ ખાંગા થયા છે. અહીં નદી, સરોવર, ડેમોમાં નવા પાણી આવ્યા છે. 

ચોમાસાને હજુ તો 20 દિવસ થયા છે તેમાં તો, સૌરાષ્ટ્રના 36 ડેમમાંથી 25 ડેમો પાણીથી છલોછલ ભરાઇ ગયા છે.  પાણી વિભાગ દ્વારા 36 ડેમમાંથી 25 ડેમમાં પાણીનુ લેવલ 90 ટકા થયું હોવાથી હાઇએલર્ટ જાહેર કરાયું છે..

અતિ ભારે વરસાદને લીધે ગામોમાં પુર જેવી સ્થિતિ છે.. જે બાદ ડેમના તમામ દરવાજા એક એક ફૂટ જેટલા ખોલી દેવામાં આવ્યા છે. ટકાવારીમાં જોઈએ તો 36 માંથી 12 ડેમમાં 100 ટકા પાણી ભરાયા છે, બીજા 13 ડેમમાં 90 ટકા પાણી ભરાયું છે અને બાકીના 11  ડેમમાં 80થી 90 ટકા સુધીનું પાણી લેવલ પહોંચી ગયું છે. આમ રાજ્યના 126 તાલુકામાં મેઘરાજાની મહેર થઇ છે અને સૌરાષ્ટ્રમાં સિઝનનો 49 ટકા વરસાદ શરૂવાતમાંજ વરસી ગયો છે. એકધારા વરસાદને લીધે દક્ષિણ સૌરાષ્ટ્રની તમામ નદીઓ પણ જીવંત થઈ ઊઠી છે. જ્યારે જુનાગઢ પંથકમાં સતત વરસાદને પગલે નરસિંહ મહેતા સરોવર પણ છલકાઈ ગયું છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3ixkzkZ 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Amrit Bharat Express: રાજ્યની સૌપ્રથમ અમૃત્ત ભારત ટ્રેનનો સુરતથી પ્રારંભ
Operation Sindoor Garba: સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં
Vidhi Parmar pilot: નારી શક્તિની ઉડાન: અમદાવાદની 23 વર્ષની વિધિ પરમારે ગુજરાત સરકારની યોજના દ્વારા પાઇલટ બનવાનું બાળપણનું સપનું પૂરું કર્યું
AhmedabadStation: આરપીએફ અમદાવાદની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી મહિલા મુસાફરની જાન બચી અને એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો
Exit mobile version