Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતવાસીઓ પાણીની ચોરી કે વેડફાટ કરશો તો તમારી ખેર નથી.. 1000 લીટરએ 85 રૂપિયાનો દંડ ભરવો પડશે..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

05 સપ્ટેમ્બર 2020

ગુજરાતમાં પાણીની ચોરી કરનારાઓની હવે ખેર નથી.  તેઓને કોઈ બચાવી શકે એમ નથી. વિવિધ રીતે પાણી ચોરી કરતાં પકડાઈ જશો તો દર એક હજાર લિટરે 85 રૂપિયાનો દંડ ભરવો પડશે, અને આ દંડ ચૂકવવામાં મોડુ કરશો તો બમણો દંડ ચૂકવવો પડશે. ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, પાણી ચોરી ની મોટા પ્રમાણમાં ફરિયાદો મળ્યા બાદ, વર્ષ 2019 માં આ અંગેનો ખાસ કાયદો બનાવવામાં આવ્યો હતો. તેમજ પાણી ચોરી કરનારાઓ સામે કડક વલણ અપનાવી સજા કરવાનું ચાલુ છે. 

ગુજરાત ભરમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં વિવિધ રીતે લોકો પાણીની ચોરી કરતા હોય છે. તેમજ પસાર થતી પાઇપલાઇનમાં ભંગાણ કરી પાણી ચોરતાં હોય છે. આવી રીતે પાણી ચોરી થતી હોવાના કારણે જેમણે ખરેખર નળ નું કનેક્શન લીધું હોય છે અને પાણી વેરો ભરતા હોય છે, તેવા લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. આથી પાણી ચોરી કરનારા સામે સરકાર દ્વારા નગરપાલિકા અને મહાનગરપાલિકાને સત્તા આપવામાં આવી છે. આ માટે ખાસ નોડલ ઓફીસરની પણ નિમણૂક કરવામાં આવી છે. આ ઓફિસરને પાણી ચોરી કરતી વ્યક્તિ સામે સીધા પગલાં લઈ શકવાની સત્તા આપવામાં આવી છે. નોંધનીય છેકે ગુજરાતમાં ઔદ્યોગિક ઉપયોગમાં લેવાતા પાણી માટે ખાસ મીટર મૂકવામાં આવ્યા છે અને વૈજ્ઞાનિક પદ્ધતિ  દ્વારા પાણીની માપણી કરવામાં આવે છે. આથી ઔદ્યોગિક વિસ્તાર માં પણ પાણી ચોરી પકડવી હવે આસાન બન્યું છે.

Maharashtra Monsoon Withdrawal IMD સમગ્ર મહારાષ્ટ્રમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની સત્તાવાર વિદાય ‘ઓક્ટોબર હીટ’નો પ્રારંભ, હવામાન વિભાગની જાહેરાત
Shiv Sena Symbol Dispute ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધશે? સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથે ચૂંટણી પંચના નિર્ણયને ગણાવ્યો સંપૂર્ણ કાયદેસર પાર્ટી બંધારણ પર ઉઠાવ્યા ગંભીર સવાલ
Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Exit mobile version