Site icon News Continuous Bureau | Mumbai

Gujarat SWAGAT Program: CM ભૂપેન્દ્ર પટેલ નાગરિકોની ફરિયાદોનું લાવશે ઓનલાઈન નિવારણ, આવતીકાલે યોજાશે ગુજરાત ‘સ્વાગત’ કાર્યક્રમ.

Gujarat SWAGAT Program: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત ગુરૂવાર તા. ૨૪મી ઓક્ટોબરે યોજાશે. અરજદારો, રજૂઆતકર્તાઓ સવારે ૮-૩૦થી ૧૧-૩૦ દરમિયાન પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે

Gujarat SWAGAT Program Will be held on 24th October in presence of CM Bhupendra Patel

Gujarat SWAGAT Program Will be held on 24th October in presence of CM Bhupendra Patel

News Continuous Bureau | Mumbai

Gujarat SWAGAT Program:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાતના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવાર, તા. ૨૪મી ઓક્ટોબરે બપોરે યોજાશે.  

Join Our WhatsApp Channel

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ( SWAGAT Program ) ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. 

ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઓક્ટોબર-૨૦૨૪નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ ( public complaint ) નિવારણ કાર્યક્રમ તા. ૨૪મી ઓક્ટોબરે યોજાશે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ( CM Bhupendra Patel ) , ગુરૂવારે ૨૪મી ઓક્ટોબરે બપોરે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે.

આ સમાચાર પણ વાંચો :  DoPPW Digital Life Certificate Campaign: DoPPWની અત્યાર સુધીનું સૌથી મોટી ડીએલસી ઝુંબેશ, આ તારીખથી હાથ ધરશે રાષ્ટ્રવ્યાપી ‘ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાન 3.0’.

સામાન્ય નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ ( Gujarat SWAGAT Program ) માટેની રજૂઆતો ગુરૂવાર, તા. ૨૪મી ઓક્ટોબરે સવારે ૮-૩૦ વાગ્યાથી ૧૧-૩૦ કલાક સુધીમાં મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે મુખ્યમંત્રી કાર્યાલય જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને રજૂઆતો સાંભળશે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
Maharashtra Weather Alert। હવામાન વિભાગની મોટી ચેતવણી! મહારાષ્ટ્રના આ ૬ જિલ્લાઓમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જાહેર થયું એલર્ટ
Exit mobile version