Site icon

Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે

સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ૧૪ થી ૩૫ વર્ષની વય ધરાવતા યુવક –યુવતીઓએ તા.૩૦ નવેમ્બર ૨૦૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે

Girnar Ascent Descent Competition ગુજરાતના યુવક – યુવતીઓ

Girnar Ascent Descent Competition ગુજરાતના યુવક – યુવતીઓ

News Continuous Bureau | Mumbai

Girnar Ascent Descent Competition સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ૧૪ થી ૩૫ વર્ષની વય ધરાવતા યુવક –યુવતીઓએ તા.૩૦ નવેમ્બર ૨૦૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા વિદ્યાર્થી અને વિદ્યાર્થી ન હોય તેવા યુવક-યુવતીઓ માટે ‘ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા” યોજવામાં આવે છે. જે અંતર્ગત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા એક દિવસની “રાજ્યકક્ષા ગીરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા જાન્યુઆરી—૨૦૨૬માં ગીરનાર જૂનાગઢ ખાતે યોજવામાં આવશે તેમ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

Join Our WhatsApp Community

યાદીમાં વધુમાં જણાવાયું છે કે, આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા યુવક-યુવતીઓ કે જેઓ તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેમણે પોતાના જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી અરજી ફાર્મ મેળવી સંપૂર્ણ વિગતો ભરીને જરૂરી આધાર-પુરાવા સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢને તા.૩૦ નવેમ્બર ૨૦૨૫ સુધીમાં મોકલી આપવાનું રહેશે.

આ સમાચાર પણ વાંચો : iPhone 17: શું ભારતમાં iPhone 17 ઉપલબ્ધ નથી? જાણો સચ્ચાઈ અને લોન્ચ વિશેનું મોટું અપડેટ.

આ ઉપરાંત વર્ષ ૨૦૨૫-૨૬માં રાજકોટ ખાતે ઓસમ પર્વત ચોટીલા, ઈડરનો ડુંગર , પાવાગઢનો ડુંગર તથા વલસાડના પારનેરા ડુંગર ખાતે આયોજિત થનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં જુનિયર/ સિનિયર વિભાગમાં ૧ થી ૧૦ ક્રમાંકે વિજેતા થયેલ યુવક/યુવતીઓએ રાજ્યકક્ષા ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે નહી. તે વિજેતા સ્પર્ધકો રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારત “ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં” સીધો જ પ્રવેશ મેળવી શકશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકે પોતાના ખર્ચે સ્પર્ધાના સ્થળ જૂનાગઢ ખાતે આવવાનું રહેશે, સ્પર્ધા દરમ્યાન વિનામૂલ્યે નિવાસ, ભોજન તેમજ સ્પર્ધામાં ભાગ લેવા બદલ સ્પર્ધકને રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. આયોજક જિલ્લાને મળેલ અરજીઓ પૈકી આ સ્પર્ધા માટે પસંદગી પામનાર યુવક-યુવતીઓને જિલ્લા યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ દ્વારા ટેલીફોનિક જાણ કરવામાં આવશે. આ સિવાય કોઈપણ બાબતની જાણકારી માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢનો સંપર્ક કરવા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરની યાદીમાં વધુમાં જણાવાયું છે.

– પ્રિન્સ ચાવલા

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version