Site icon

Natural Farming: પ્રાકૃતિક કૃષિમાં સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીએ ૨૨ સંગઠનો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કર્યા

Natural Farming: આ એમ.ઓ.યુ. પર્યાવરણ અને જનઆરોગ્યને બરબાદ થતાં બચાવવા માટેના એમ.ઓ.યુ. છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

Gujarat University of Natural Farming has signed MoU with 22 organizations and educational institutions for research, education and extension in natural agriculture.

Gujarat University of Natural Farming has signed MoU with 22 organizations and educational institutions for research, education and extension in natural agriculture.

News Continuous Bureau | Mumbai

Natural Farming: પ્રાકૃતિક કૃષિમાં સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ કાર્ય માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીએ ( Gujarat Natural Agriculture University ) આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ( acharya devvrat ) ઉપસ્થિતિમાં ૨૨ સંગઠનો અને શૈક્ષણિક સંસ્થાઓ ( Educational institutions ) સાથે એમ.ઓ.યુ. કર્યા હતા. આ એમ.ઓ.યુ. ( MOU ) થી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધશે, વિવિધ સંશોધનો થશે અને પ્રાકૃતિક કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા પણ વધુ સુદ્રઢ થશે. 

Join Our WhatsApp Community

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી અને એમઓયુ કરનાર ૨૨ સંગઠનોને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, આપે કરેલા એમ.ઓ..યુ સામાન્ય એમ.ઓ.યુ. નથી. આ પર્યાવરણની રક્ષાના એમ.ઓ.યુ. છે. જળ વ્યવસ્થાપનના ( water management ) એમ.ઓ.યુ. છે. ધરતીની ફળદ્રુપતા વધારવા માટેના એમ.ઓ.યુ. છે. ભારતીય નસલની દેશી ગાયના સંરક્ષણ અને સંવર્ધન માટેના એમ.ઓ.યુ. છે. ખેડૂતોને અને જનઆરોગ્યને બરબાદ થતાં બચાવવા એમ.ઓ.યુ. છે. એક પ્રાકૃતિક ખેતીથી અનેક લાભ છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ  કહ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગ માટે ૨૪% જવાબદાર રાસાયણિક ખેતી છે. રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડના બેફામ ઉપયોગથી ફળ, શાકભાજી, અનાજ દૂષિત થઈ ગયા છે, પરિણામે જીવલેણ રોગો વધ્યા છે અને જન આરોગ્ય પર ગંભીર અસરો થઈ છે. જમીનની ફળદ્રુપતા સાવ ઓછી થઈ ગઈ છે. ખેડૂતોનું ઉત્પાદન ખર્ચ વધી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી આ તમામ પરેશાનીનો પર્યાય છે. જો પદ્ધતિસર પ્રમાણિકતાથી પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો સાવ નજીવા ખર્ચમાં, પ્રથમ વર્ષથી જ પૂરતું અને ગુણવત્તાયુક્ત ખેત ઉત્પાદન મળતું થઈ જાય છે. તેમણે વહેલામાં વહેલી તકે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા સૌને અનુરોધ કર્યો હતો. આ એમ.ઓ.યુ.થી સમાજમાં વિશેષ જાગૃતિ આવશે અને ખેડૂતોની તથા લોકોની માનસિકતા બદલાશે એમ તેમણે કહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Kutch: કચ્છની દેશી ખારેકે રચ્યો ઇતિહાસ, જીઆઈ-ટેગ મેળવનારી કચ્છની પ્રથમ ખેત પેદાશ બની

રાજભવનમાં આયોજિત આ સમારોહમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. સી. કે. ટીંબડિયાએ ૨૨ એમઓયુની વિગતો આપી હતી. આ પ્રસંગે મહાત્મા ફૂલે કૃષિ વિદ્યાપીઠ, રાહુરી, મહારાષ્ટ્રના કુલપતિ શ્રી ડૉ‌. પી. જી. પાટીલ, કૃષિ નિયામક શ્રી એસ. જે. સોલંકી, આત્માના નિયામક શ્રી પ્રકાશ રબારી, પ્રાકૃતિક કૃષિના રાજ્ય સંયોજક મહાત્મા શ્રી પ્રફુલભાઈ સેંજલીયા, બાગાયત નિયામક શ્રી ડૉ. પી. એમ. વઘાસિયા અને વિવિધ સંસ્થાઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Human leopard conflict: માનવ-દીપડા સંઘર્ષ માટે ૧૧ કરોડ: પુણે જિલ્લામાં સમસ્યા હળવી કરવા સરકારનો મોટો નિર્ણય.
Bihar Elections: કેન્દ્રીય મંત્રી લલન સિંહ વિરુદ્ધ FIR નોંધાઈ, ચૂંટણી પંચે કરી કડક કાર્યવાહી, જાણો શું છે કારણ
Single women: એકલ મહિલાઓ માટે પુનર્વિવાહ માટે આર્થિક સહાય; રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
Tejashwi Yadav: ‘દરેક મહિલાના ખાતામાં 14 જાન્યુઆરીએ આવશે આટલા હજાર’, પ્રચાર પૂરો થતા પહેલાં તેજસ્વીની મોટી જાહેરાત
Exit mobile version