ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 નવેમ્બર, 2021
સોમવાર
ગુજરાત સાવરકુંડલા તાલુકામાં ભાગ્યે જ જોવા મળતો એક્સિડન્ટ થયો છે. અહીં ગોરડકા ગામ પાસે એક ઝડપથી દોડી રહેલી ગાડીએ સિંહને અડફેટે લીધો હતો. જેને કારણે સિંહનું પેટ ફાટી ગયું હતું અને આંતરડાં બહાર નીકળી આવ્યા હતા તેમ જ ઘટના સ્થળ પર સિંહનું મૃત્યુ થયું. આ એક્સિડન્ટ થતાની સાથે જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળ પર દોડી ગયા હતા જ્યારે કે વાહન ચાલક ગાડી સહિત ફરાર થઈ ગયો હતો. આ એક્સિડન્ટ સાવરકુંડલા અને મહુવા હાઇવે પર થયો છે. જે ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તેને જોઇને અરેરાટી ઉપજે છે.
