Site icon

જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં હિન્દુ પક્ષને મોટો ઝટકો- કોર્ટે શિવલિંગની કાર્બન ડેટિંગની માંગ કરતી અરજી પર આપ્યો આ મોટો ચુકાદો 

Krishna Janmabhoomi-Shahi Idgah case: Plea in Supreme Court seeks Gyanvapi-like survey of Shahi Idgah mosque

Krishna Janmabhoomi-Shahi Idgah case: Plea in Supreme Court seeks Gyanvapi-like survey of Shahi Idgah mosque

News Continuous Bureau | Mumbai

 ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ની વારાણસી કોર્ટે (Varanasi court) આજે જ્ઞાનવાપી મસ્જિદ કેસ (Gyanvapi masjid case) સાથે જોડાયેલો મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે વઝુખાનામાં કથિત રીતે મળી આવેલા શિવલિંગ(Shivling)ની કાર્બન ડેટિંગ(Carbon dating)ની માગ કરતી અરજી(petition) ફગાવી દીધી છે અને કહ્યું છે કે કથિત શિવલિંગનો કાર્બન ડેટિંગ નહીં થાય.

Join Our WhatsApp Community

મહત્વનું છે કે વારાણસી જિલ્લા કોર્ટે ગયા અઠવાડિયે આ કેસની સુનાવણી(Case hearing) કર્યા બાદ જ્ઞાનવાપી સંકુલમાં મળી આવેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ તપાસ અને સમગ્ર પરિસરના એએસઆઈ સર્વે(ASI Survey)ની માંગ પર ચુકાદો અનામત રાખ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : જિમમાં યુવતીઓ આમને-સામને- કસરત કરવા બાબતે જામી પડી- એકબીજાના ખેંચ્યા વાળ- જુઓ વિડીયો 

વાસ્તવમાં હિન્દુ પક્ષ(Hindu side) જેને શિવલિંગ કહે છે, મુસ્લિમ પક્ષ(Muslim side) તેને ફુવારો(Fountain) કહી રહ્યો છે. હિન્દુ પક્ષ તરફથી એવી માંગ કરવામાં આવી હતી કે કથિત શિવલિંગની તપાસ (investigation) માટે કાર્બન ડેટિંગ થવી જોઈએ, જેથી તે કેટલો જૂનો છે તેની જાણ થઈ શકે. ઉલ્લેખનીય છે કે ચાર મહિલાઓ દ્વારા આ માંગણી કરવામાં આવી હતી, જે બાદ વારાણસી જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટે આજે આ કેસમાં ચુકાદો આપ્યો છે.

 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version