ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
1 એપ્રિલ 2021.
આંધ્ર પ્રદેશમાં હવે એક નવા પ્રકારનો વાળ ઘટાળો સામે આવ્યો છે. જે મુજબ વિરોધી પક્ષ એટલે કે તેલુગુ દેશમ પાર્ટીએ સત્તાધારી એટલે કે જગન મોહન રેડ્ડી વાયએસઆર કોંગ્રેસ ને સ્મગલિંગ માટે દોષી ઠેરવી છે.
વાત એમ છે કે થોડા સમય અગાઉ બોર્ડર પરથી વાળો નો જથ્થો પકડાયો હતો. ત્યારે એ વાત પ્રકાશમાં આવી હતી કે તિરુપતિ બાલાજી થી વાળની સ્મગલિંગ થઈ રહી છે અને તેવા ચીનમાં જઈ રહ્યા છે. વિપક્ષનો આરોપ છે કે આ વાળ તસ્કરી ગોટાળામાં સત્તાધારી નેતાઓ શામેલ છે.
ઉલ્લેખનીય છે કે એક કીલો વાળ ની કિંમત 3600 રૂપિયા થાય છે. આ વાળ ખૂબ જ કીમતી છે. આ પરિસ્થિતિમાં વિરોધી પક્ષોએ આરોપ લગાવ્યો છે કે સત્તાધારીઓ હિન્દુઓની ભાવના સાથે ખિલવાડ કરી રહ્યા છે.