News Continuous Bureau | Mumbai
સાંસદ નવનીત રાણા અને વિધાનસભ્ય રવિ રાણા (MP Navneet Rana and MLA Ravi Rana) જ્યાં રોકાયા છે ત્યાં ખારના નિવાસસ્થાને(Khar residence) હાઈ વોલ્ટેજ ડ્રામા(High voltage drama) શરૂ થયો છે.
રાણા દંપતી વિરુદ્ધ ખાર પોલીસ(Khar Police)માં કેસ નોંધવામાં આવ્યો છે. ત્યારપછી ખાર પોલીસ રાણાના ઘરમાં પ્રવેશી હતી. આ સમયે રાણા દંપતી અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી.
પોલીસને પહેલા વોરંટ બતાવવાનું કહેતા રાણા દંપતીએ તેમની સાથે દલીલ કરી હતી.
ઉગ્ર બોલાચાલી બાદ ખાર પોલીસ રાણા દંપતીને તેમના નિવાસસ્થાનથી પોલીસ સ્ટેશન લઇ ગઈ છે.
હવે રાણા દંપતી ઘરે જ કરશે હનુમાન ચાલીસાનું પઠન, કરી મોટી જાહેરાત; જણાવ્યું આ કારણ..