Site icon News Continuous Bureau | Mumbai

હાર્દિક પટેલે પોતાના વોટ્‌સએપ ડીપીમાં કેસરી ખેસ પહેરેલો ફોટો મુકતા અટકળો શરૂ

News Continuous Bureau | Mumbai  

હાર્દિક પટેલ(Hardik Patel) કોંગ્રેસ(Congress) પાર્ટી સામે સખત નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. ત્યાર બાદ ભાજપની(BJP) પણ પ્રશંસા કરી રહ્યા છે, જેને પગલે તેમની કોંગ્રેસ છોડવાની અને ભાજપમાં જોડાવાની અટકળો તેજ બની ગઈ છે. ૨૩ એપ્રિલે વ્હોટ્‌સએપ ડીપી(Whatsapp DP) બદલ્યા બાદ ફરી ડીપી બદલ્યું છે અને કેસરી ખેસ સાથેનો ફોટો મૂક્યો છે. વ્હોટ્‌સએપ, ફેસબુક(Facebook) અને ટ્‌વીટરમાં(Twitter) હાર્દિક પટેલે જે પ્રોફાઈલ પિક્ચર રાખ્યા હતા એ ત્રણેય માં સરખાં હતાં. એમાં બ્લુ બેકગ્રાઉન્ડ હોય, પોતાનો ફોટો હોય અને બાજુમાં કોંગ્રેસનો પંજો દોર્યો હોય. સાથે લખ્યું હોય કે હું લડીશ અને જીતીશ. આ પ્રોફાઈલ પિક્ચર (Profile Picture)વ્હોટ્‌સએપમાંથી નીકળી ગયું છે અને એની જગ્યાએ ૨૩ એપ્રિલે ફોર્મલ ફોટો આવી ગયો હતો. જ્યારે આજે ફરી વોટ્‌સએપ ડીપી બદલ્યું અને કેસરી ખેસ સાથેનો ફોટો મુક્યો છે. જોકે ફેસબુક અને ટિ્‌વટરમાં પંજાવાળું પ્રોફાઈલ પિક્ચર યથાવત્‌ છે, પણ એવું માનવામાં આવે છે કે હાર્દિક પટેલ કોઈ નવાજૂની કરવાના મૂડમાં છે અને બદલાવની શરૂઆત વ્હોટ્‌સએપમાં ડીપીથી કરી દીધી છે. હું તેમની સારી બાબતને સ્વીકારું છું. તેમણે કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવી, રામમંદિર બનાવડાવ્યું, એને મેં સ્વીકાર્યું હતું અને તેમનાં આ પગલાંને બિરદાવું છું. સારું કામ થતું હોય તો એની પ્રશંસા કરવી જોઇએ અને સ્વીકારવું જોઇએ. ૧૧ દિવસ પહેલાં પીટીઆઈ સાથેની ખાસ વાતચીતમાં હાર્દિક પટેલ પાર્ટીથી નારાજ હોવાનો અને રાહુલ ગાંધી સુધી પોતાની ફરિયાદ કર્યાનું જણાવ્યું હતું. જોકે તેની ફરિયાદને ગંભીરતાથી ન લેતાં પાર્ટી છોડે તેવા સંકેત આપ્યા હતા. હાર્દિક પટેલે ન્યૂઝ એજન્સી(News agency) પીટીઆઈને(PTI) જણાવ્યું હતું કે મને એટલો હેરાન કરવામાં આવે છે કે એ મને બહુ ખરાબ અનુભવાય છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે કે હું પાર્ટી છોડી દઉં. મને દુઃખ છે કે રાહુલ ગાંધીને ઘણીવાર પરિસ્થિતિની જાણ કરી, પરંતુ કોઈ પગલાં લેવાયાં નથી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  શું રાજ ઠાકરેની સભા રદ થશે. કારણકે ઔરંગાબાદમાં ધારા 144 લાગુ. જાણો સરકારે શું પગલા લીધાં… જાણો વિગત

Illegal Human Egg Racket ED Raids મહારાષ્ટ્રમાં ગેરકાયદે અંડકોષ કાઢવાના રેકેટ પર ED નો સપાટો ૧૦ સ્થળોએ દરોડા, ₹૨૯ લાખ રોકડા જપ્ત!
Raj Thackeray On 500 Crore Row ₹૫૦૦ કરોડના આરોપ પાછળ કોણ છે માસ્ટરમાઇન્ડ? મનોજ જરાંગેના બચાવમાં ઉતર્યા રાજ ઠાકરે આપ્યું આ નિવદેન…
JJ Hospital Staff Acquitted જાતિવાદી ટિપ્પણી કેસમાં જે.જે. હોસ્પિટલના કર્મચારીને મોટી રાહત મુંબઈની વિશેષ અદાલતે તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા!
Mumbai Pollution High Court દરિયાકાંઠે વસેલું મુંબઈ ગેસ ચેમ્બર કેમ બન્યું? દિલ્હીને પણ પછાડી દેતા હાઈકોર્ટનો પ્રશાસન પર ચાબખા “તમે હાથ પર હાથ ધરીને બેઠા છો?”
Exit mobile version