ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
02 માર્ચ 2021
ભાજપ માટે વર્ષ 2015માં પાટીદાર માટે પડકાર બનેલા અને ભાજપને ગ્રામીણ વિસ્તારમાં મોટો ફટકો અપાવનારા પાટીદાર નેતા અને કોંગ્રેસ અગ્રણી હાર્દિક પટેલના હોમ ટાઉન વિરમગામ નગરપાલિકામાં ભાજપ કેસરિયો લહેરાવવા તરફ અગ્રેસર છે.
વિરમગામ નગરપાલિકામાં ભાજપના 12 ઉમેદવાર અને અપક્ષના 10 ઉમેદવારો વિજયી બન્યા છે. જ્યારે કોંગ્રેસના એક પણ ઉમેદવારની જીત થઈ નથી. જ્યારે બીજી તરફ તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસે ખાતુ ખોલાવ્યું નથી અને વિરમગામ જિલ્લા પંચાયતની 3 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે.
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ જ્યાંથી મતદાન કરે છે, એ વોર્ડમાં કોંગ્રેસ પાર્ટી નો ઉમેદવાર પણ નહોતો.
આમ એક સમયે ભાજપ માટે માથાનો દુખાવો બનેલા અને પાટીદારોના મત કોંગ્રેસ તરફ વાળવામાં સફળ રહેલા એવા હાર્દિક પટેલ ની હવા નીકળી ગઈ છે.
