Site icon

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસમાં ભડકો, હાર્દિક પટેલે આપ્યું રાજીનામું.. આ પાર્ટીમાં જોડાય તેવી અટકળો તેજ  

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly election) ટાણે કોંગ્રેસ(Congress)ને મોટો આંચકો લાગ્યો છે. યુવા નેતા હાર્દિક પટેલે કૉંગ્રેસ(Hardik Patel resign from congress)ના તમામ પદો પરથી રાજીનામું ધરી દીધું છે. હાર્દિકે કૉંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhiને પત્ર લખીને પાર્ટીની પ્રાથમિક સભ્યતામાંથી રાજીનામું આપી દીધું છે. આ માહિતી તેમણે પોતે ટ્વીટ(tweet) કરીને આપી છે. તેમણે લખ્યું- આજે હું હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીની પ્રાથમિક સદસ્યાથી રાજીનામું આપુ છું. મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણયનું સ્વાગત મારા દરેક સાથી અને ગુજરાતની જનતા કરશે. હું માનું છું કે મારા આ નિર્ણય બાદ હું ભવિષ્યમાં ગુજરાત માટે ખરેખર સકારાત્મક રૂપથી કાર્ય કરી શકીશ. 

 

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે થોડા દિવસો પહેલાં કોંગ્રેસ(congress)ની ટીકા કરવાની સાથે પાર્ટીના નેતૃત્વને લઇને પણ સવાલ ઉઠાવ્યા હતા. તો બીજી તરફ તે સતત ભાજપ(BJP)ની પ્રશંસા કરી રહ્યા હતા. એવામાં તેઓ ભાજપમાં જોડાઇ શકે તેવી અટકળો છે અને હવે ભાજપના નેતાઓને મળવાથી આ અટકળોએ વધુ વેગ પકડ્યો છે.

આ સમાચાર પણ વાંચો: શું જાણી જોઈને ક્રેશ કરાવવામાં આવ્યું હતું ચીની વિમાન?  પ્લેન અકસ્માત અંગે થયો આ ચોંકાવનારો ખુલાસો, જાણી હચમચી જશો…

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version