Site icon News Continuous Bureau | Mumbai

Haryana Election Results 2024 Live Updates: હરિયાણામાં ભાજપની હેટ્રિક નક્કી: ભાજપ 7 જીતી, 43 પર આગળ; જાણો કોંગ્રેસની સ્થિતિ

Haryana Election Results 2024 Live Updates: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. હવે ભાજપ 49 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 35 સીટો પર છે. આમ આદમી પાર્ટી એકપણ સીટ જીતી શકી નથી. હવે એ નક્કી થઈ ગયું છે કે હરિયાણામાં ભાજપ ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે.

Haryana Election Results 2024 Live Updates Haryana Election Results 2024, BJP Set For Haryana Hat-Trick As Congress Trails

Haryana Election Results 2024 Live Updates Haryana Election Results 2024, BJP Set For Haryana Hat-Trick As Congress Trails

  News Continuous Bureau | Mumbai

Haryana Election Results 2024 Live Updates: હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો કોના પક્ષમાં જશે તેના પર ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. લેટેસ્ટ ટ્રેન્ડની વાત કરીએ તો ભાજપને 49 અને કોંગ્રેસને 35 સીટો મળી રહી છે. જો આપણે 90 બેઠકોના વલણો પર નજર કરીએ તો, ભાજપ ત્રીજી વખત સરકાર બનાવશે તેવું લાગે છે જ્યારે કોંગ્રેસ હવે પાછળ છે. એક સમયે 50નો આંકડો પાર કરી ગયેલી કોંગ્રેસ જીતના ઉંબરે જણાઈ રહી હતી, પરંતુ થોડા સમય પછી બોલ ભાજપના કોર્ટમાં ગયો હતો. ભારતીય જનતા પાર્ટી ત્રીજી વખત સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે.

Join Our WhatsApp Channel

Haryana Election Results 2024 Live Updates:  ભાજપ 49 બેઠકો પર આગળ

ભારતીય જનતા પાર્ટી હરિયાણામાં ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. નવીનતમ અપડેટ મુજબ, ભાજપ 49 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 35 બેઠકો પર આગળ છે. અન્યને 6 બેઠકો મળે તેમ લાગે છે. 7માંથી 4 અપક્ષ, 1 બીએસપી અને 1 ભારતીય રાષ્ટ્રીય લોકદળમાં જશે. 

આ સમાચાર પણ વાંચો:  Haryana Election Result 2024: હરિયાણામાં કોંગ્રેસે હારતી જોઈ ઢોલ વાળાને પણ આપી દીધી રજા, કહ્યુ- જાઓ હવે નથી વગાડવા; જુઓ વિડિયો..

Haryana Election Results 2024 Live Updates: સીએમ સૈનીએ પીએમનો માન્યો આભાર 

હરિયાણામાં છેલ્લા 10 વર્ષથી ભાજપ સત્તા પર છે. અને હવે ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ સ્પષ્ટ થતા જ, સીએમ સૈનીએ પીએમ મોદીને ફોન કર્યો હતો. તેમણે કહ્યું છે કે તમારા નેતૃત્વમાં આટલી મોટી જીત મળી છે. સીએમ સૈનીએ પીએમનો આભાર માન્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ  નાયબ સૈની મુખ્યમંત્રી બનશે.  PM મોદી આજે સાંજે 7.30 વાગ્યે બીજેપી હેડક્વાર્ટર પહોંચશે. તેઓ ત્યાં ભાજપના કાર્યકરોને સંબોધિત કરી શકે છે.

 

Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Firecracker Ban In Maharashtra ફટાકડા પર લાગશે સંપૂર્ણ પ્રતિબંધ? લોકોની અસંવેદનશીલતા પર બોમ્બે હાઈકોર્ટ નારાજ, ચુકાદો અનામત
Rajasthan Panchayat Elections રાજસ્થાનના ગ્રામીણ મતદારોનો મિજાજ બદલાયો? કોંગ્રેસે નોંધાવી મોટી જીત, મુખ્યમંત્રી સહિતના મંત્રીઓના ગઢમાં ભાજપને ફટકો
Maharashtra Private Hospital New Rule સારવારના નામે ઉઘાડી લૂંટ બંધ થશે? ખાનગી હોસ્પિટલો પર સરકારી નિયંત્રણ લાવવા શિયાળુ સત્રમાં નવા કાયદાની તૈયારી…
Exit mobile version