Site icon

હરિયાણા સરકારે દારૂ પીવા અને વેચનારાની ઉંમર ઘટાડી, હવે 25 ના બદલે આટલા વર્ષના યુવાનો પણ દારૂ ખરીદીને પી શકશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,

Join Our WhatsApp Community

બુધવાર,

હરિયાણા સરકારે શિયાળાની આ ઠંડીમાં દારૂ પીવા અને ખરીદવાની ઉંમરમાં મોટો ફેરફાર કર્યો છે. જે બાદ હવે 21 વર્ષના યુવાનો પણ દારૂ ખરીદી શકશે અને પી શકશે. હરિયાણા વિધાનસભા આબકારી (એક્સાઇઝ) કાયદો, ૧૯૧૪ની કુલ ચાર કલમોમાં સંશોધન કરવામાં આવ્યું હતું. હરિયાણાના સંશોધિત આબકારી બિલને રાજ્યપાલ બંડારૂ દત્તાત્રેયની મંજૂરી મળી ગઈ છે. ૧૧ ફેબ્રુઆરી બાદ આ સંશોધન રાજ્યમાં લાગૂ થઈ ચુક્યુ છે.  કાયદામાં ફેરફાર બાદ કોઈપણ દેશી દારૂ કે નશીલી દવાઓના નિર્માણ, છુટક કે જથ્થાબંધ વેચાણ માટે ઉંમરની મર્યાદાને હટાવી દીધી છે. કાયદામાં સંશોધન બાદ રાજ્ય તરફથી આ વ્યાવસાય માટે ઉંમર મર્યાદા ૨૫ વર્ષથી ઘટાડી ૨૧ વર્ષ કરી દેવામાં આવી છે.   

કલમ ૨૯ હેઠળ, લાઇસન્સ પ્રાપ્ત વિક્રેતા ૨૫ વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ વ્યક્તિને કોઈપણ દારૂ અથવા ડ્રગ્સનું વેચાણ અથવા વિતરણ કરી શકશે નહીં. સુધારા બાદ અહીં વય મર્યાદા પણ ઘટાડીને ૨૧ વર્ષ કરી દેવામાં આવી છે. તો કલમ ૩૦માં સંશોધન બાદ ૨૫ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને હવે દારૂની દુકાને નોકરી પર રાખી શકાય છે. દારૂ કે નશીલી દવા વેચનારનું લાઇસન્સ રાખનાર હવે ૨૧ વર્ષ સુધીના યુવક કે યુવતીને પોતાના કારોબારમાં નોકરી પર રાખી શકે છે.  

મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકની ધરપકડ બાદ મહાવિકાસ આઘાડી સરકારમાં હલચલ તેજ, એનસીપી સુપ્રીમો શરદ પવારે બોલાવી ઈમરજન્સી બેઠક, આ મુદ્દા પર થશે ચર્ચા

ઉલ્લેખનીય છે કે હરિયાણામાં દારૂ  સાથે જાેડાયેલા કાયદામાં આ સંશોધન કરવાનો નિર્ણય પાછલા વર્ષે નવી આબકારી નીતિ તૈયાર કરતા સમયે લેવામાં આવ્યો હતો. મહત્વનું છે કે દેશના ઘણા રાજ્યોમાં દારૂ પીવા અને વેચવાની કાયદાકીય ઉંમર ૨૧ વર્ષ કે તેનાથી વધુ છે.

MNS Dabangai: ઑફિસમાં મહિલા સાથે MNS નેતાની મારપીટ: ઘટનાનો વિડીયો સામે આવતા ઉઠી આવી માંગ
Anil Ambani: ઉદ્યોગપતિ અનિલ અંબાણી પર CBI નો ગાળિયો,CBI ના ખુલાસાથી ઉદ્યોગ જગતમાં ખળભળાટ
Nashik Defence Production: નાશિક બનશે ભારતનો ‘ડિફેન્સ હબ’: NIMA-આર્ટિલરી સ્કૂલ વચ્ચે મહત્ત્વ નો સહયોગ
Raj Thackeray: રાજ ઠાકરે ફરી ‘માતોશ્રી’ પર; ત્રણ મહિનામાં આટલી વખત લીધી ઉદ્ધવ ઠાકરેની મુલાકાત
Exit mobile version