Site icon News Continuous Bureau | Mumbai

આસારામ જેલમાં ઘરનું ખાવાનું મંગાવી શકશે. સાથે જ કોર્ટ આ શર્ત પણ લાગુ કરી . જાણો વધુ વિગતો..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

12 ઓગસ્ટ 2020 

રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા આસારામ બાપુ ને થોડી રાહતના મળી છે. કોર્ટે તેમને જેલની અંદર ઘરનું કે બહારથી ભોજન લાવવાની પરવાનગી આપી છે. સગીર બાળકી સાથે બળાત્કાર કરવા બદલ આસારામ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.

આ સાથે જ કોર્ટે કહ્યું કે "જેલના અધિકારીઓ આસારામ માટે બહારથી આવતો ખોરાક પહોચાડતા પહેલા સઘન તપાસ કરશે."  અદાલતે આસારામને એફિડેવિટ દાખલ કરવા પણ નિર્દેશ આપ્યાં છે. જેમાં કહેવામાં આવશે કે જો પોતાની રીતે બહારથી મંગાવેલા ભોજનથી તેમના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડે તો તેની જવાબદારી તેમની પોતાની રહેશે. 

ઉલ્લેખનીય છે કે આસારામ બાપુએ અદાલતમાં અરજી કરીને વિનંતી કરી હતી કે 'તેમની વૃદ્ધાવસ્થા અને તબીબી સ્થિતિને કારણે તેમને જેલની બહારથી એવો ખોરાક લાવવાની મંજૂરી આપવામાં આવે જે તેમના સ્વાસ્થ્યને અનુકૂળ હોય.' તેમના વકીલ એ દલીલ કરી હતી કે જેલમાં અપાતું ભોજન તેમને માફક આવતું નથી અને તેમના સ્વાસ્થ્ય પર માઠી અસર થઈ રહી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version