ઈડીએ મહારાષ્ટ્ર રાજ્ય કો-ઓપરેટિવ બેન્ક કૌભાંડ મામલામાં નાયબ મુખ્યમંત્રી અજિત પાવર સાથે જોડાયેલી 65.75 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.
ઈડીના અધિકારીઓએ સતારા જિલ્લાના ચિમનગામ-કોરેગામ વિસ્તારમાં આવેલી જારંદેશ્વર ચીની મિલને ટાંચમાં લીધી છે.
આ અંગે અજિત પવારનું કહેવું છે કે તેમને આ મામલે ઇડી તરફથી કોઈ સૂચના મળી નથી. તેમને આ વિશે કશું ખબર નથી.
ઈડીએ કહ્યું કે આ મીલની જમીન, ભવન, નિર્માણ, મશીનરીને જપ્ત કરી લેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ પીએમએલએ કેસ મુંબઈ પોલીસની આર્થિક ગુનાખોરી વિંગ (EOW) દ્વારા વર્ષ 2019 માં નોંધાયેલી એફઆઈઆર પર આધારિત છે.
પશ્ચિમ બંગાળ નો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં. શું બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે?
