Site icon

અનિલ દેશમુખ પ્રકરણમાં રાજ્ય સરકારને હાઈકોર્ટની લપડાકઃ જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 15 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

બુધવાર. 

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પ્રકરણમાં મુંબઈ હાઈકોર્ટે રાજ્ય સરકારને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કર્યો છે. સીબીઆઈએ રાજયના ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી સીતારામ કુંટે અને રાજયના પોલીસ ડાયરેકટર જનરલ ઓફ પોલીસ સંજય પાંડેને મોકલેલા સમન્સ રદ કરવાની વિનંતી કરતી અરજી કરી હતી, જેને બોમ્બે હાઈ કોર્ટે ફગાવી દીધી હતી. સીબીઆઈએ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવાનો અધિકાર હોવાનું કોર્ટે કહ્યું હતું.

પોલીસ અધિકારીની બદલી અને નિમણૂકમાં કથિત ભ્રષ્ટાચાર હોવાનું કહીને તેની તપાસ કરવા માટે ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી(ગૃહ) સીતારામ કુંટે અને રાજયના પોલીસ ડાયરેકટર જનરલ ઓફ પોલીસ સંજય પાંડેને વારંવાર સમન્સ મોકલીને તેમને હેરાન કરવામા આવી રહ્યા છે. એ સિવાય સીબીઆઈના હાલના ડાયરેકટર સુબોધ જૈસ્વાલ એ અગાઉ રાજ્યના પોલીસ ડાયરેકટર જનરલ હતા અને તેમના સમયમાં સંબંધિત પોલીસની બદલી અને નિમણૂક થઈ હતી. તેમના નેતૃત્વમાં સીબીઆઈની તપાસ થશે તો તે નિષ્પક્ષ નહી હોય તેથી તેની તપાસ મુંબઈ હાઈ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસના નેતૃત્વમાં સ્પેશિયલ ટીમને સોંપવી એવી માંગણી કરતી અરજી રાજ્ય સરકારે કરી હતી. જોકે તેમની અરજીમાં માન્ય કરવા જેવું કઈ ન હોવાનું કહીને હાઈ કોર્ટની ખંડપીઠે તેને ફગાવી દીધી હતી.

કર્ણાટકમાં બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું ભાજપ, 25 બેઠકો માટેની ચૂંટણીમાં કોંગ્રેસે આપી ટક્કર; જીતી આટલી બેઠક!

 

BMC Election Result 2026 Live: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ: શરૂઆતી વલણોમાં ભાજપની મોટી સરસાઈ; મુંબઈ-પુણેમાં ‘મહાયુતિ’ નો દબદબો, જાણો અન્ય પક્ષોની હાલત.
BMC Election Results 2026: Maharashtra BMC Election Results 2026: છત્રપતિ સંભાજીનગરમાં મતગણતરી કેન્દ્રો પર હોબાળો, પોલીસે સ્થિતિ સંભાળી; મુંબઈમાં ભાજપના 130 બેઠકોના દાવાથી રાજકીય ગરમાવો
Chhatrapati Sambhajinagar Election 2026: છત્રપતિ સંભાજીનગર ચૂંટણીમાં ‘વોટ’ માટે ‘નોટ’ની પોટલી? અંબાદાસ દાનવેએ પોલીસ અને ભાજપના ગઠબંધન પર ઉઠાવ્યા સવાલ, જાણો શું છે મામલો.
Maharashtra: મહારાષ્ટ્રમાં કુદરતનો બેવડો મિજાજ! પુણેમાં ગરમી વધશે, તો રાજ્યના આ વિસ્તારોમાં માવઠાની આફત; જાણો હવામાન વિભાગની નવી આગાહી
Exit mobile version