ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022
શુક્રવાર.
કર્ણાટકમાં ચાલી રહેલ હિજાબ વિવાદનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.
અરજદારે કર્ણાટક હાઈકોર્ટના વચગાળાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે કર્ણાટક હાઇકોર્ટે નિર્ણય ન આવે ત્યાં સુધી શાળા-કોલેજોમાં હિજાબ અથવા અન્ય કોઈપણ ધાર્મિક વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
સાથે આદેશ પર તત્કાલ પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે.
આ આદેશ બિન-મુસ્લિમ વિદ્યાર્થીનીઓ અને મુસ્લિમ વિદ્યાર્થીનીઓ વચ્ચે ભારે અસમાનતા પેદા કરે છે.
આ બિનસાંપ્રદાયિકતાના ખ્યાલનું સીધું ઉલ્લંઘન છે, જે ભારતીય બંધારણની મૂળભૂત રચના છે.
નબળા વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજારમાં નરમાશ, સેન્સેકસમાં 800 પોઈન્ટનું ગાબડું તો નિફ્ટી પણ…
