News Continuous Bureau | Mumbai
હિજાબ પહેરવાની જીદ ન છોડવી કર્ણાટકની વિદ્યાર્થિનીઓને ભારે પડી છે.
કર્ણાટક સરકારે હિજાબ મુદ્દે પરીક્ષાનો બહિષ્કાર કરીને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા વિદ્યાર્થીનીઓની ફરીથી પરીક્ષા નહીં લેવાનો નિર્ણય લીધો છે.
કર્ણાટકના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રધાન બીસી નાગેશે કહ્યું છે કે આ વિદ્યાર્થીનીઓ માટે પ્રેક્ટિકલ લેવામાં આવશે નહીં
સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર આ સંદર્ભમાં કોઈ શક્યતાને ધ્યાનમાં લેશે નહીં.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી-માર્ચમાં, હિજાબના વિવાદને પગલે ઘણી વિદ્યાર્થીનીઓએ પ્રેક્ટિકલ પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : 'ધ કાશ્મીર ફાઈલ્સ'થી રાજકારણ ગરમાયુ. ફિલ્મ જોઈને પરત ફરી રહેલા પશ્ચિમ બંગાળના આ BJP સાંસદ પર હુમલો, કાર પર બોમ્બ ફેંકાયો; જાણો વિગતે
