ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ફેબ્રુઆરી 2022
શનિવાર
કર્ણાટકના શિવમોગા જિલ્લાની એક સ્કૂલમાં હિજાબ પર પ્રતિબંધના સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિર્ધાર્થીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે
શિવમોગાની એક સ્કૂલમાં હિજાબના સમર્થનમાં વિરોધ કરી રહેલા 58 છાત્રોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
અધિકારીઓએ કહ્યુ કે જ્યાં સુધી સસ્પેન્શન પાછુ લેવામાં નહિ આવે ત્યાં છાત્રોને પરિસરમાં પ્રવેશ કરવાની અનુમતિ નથી
આ દરમિયાન અન્ય પ્રદર્શનકારીઓ પર પણ મનાઈ હુકમનુ ઉલ્લંઘન કરવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે
છાત્રોએ વિરોધ કર્યો હતો અને માંગ કરી હતી કે ક્લાસની અંદર હિજાબની અનુમતિ આપવામાં આવે.
નોંધનીય છે કે કર્ણાટક હિજાબ વિવાદ કેસમાં છેલ્લા છ દિવસથી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, પરંતુ હજી આ વિવાદ વિશે કોઈ ઉકેલ આવ્યો નથી.
