રાજધાની દિલ્હીમાં ભાજપના હિમાચલ પ્રદેશ માં મંડી થી સાંસદ રામસ્વરૂપ શર્મા નું શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું છે.
દિલ્હી સ્થિત તેમના નિવાસ સ્થાને થી તેમનો મૃત દેહ મળી આવ્યો છે.
દિલ્હી પોલીસે આ મામલે તપાસ આદરી દીધી છે અને મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધો છે.
સાંસદનું ઘર આરએમએલ હોસ્પિટલની નજીક બનેલ ફ્લેટમાં છે. મોતનું કારણ હાલમાં જાણી શકાયું નથી