Site icon News Continuous Bureau | Mumbai

Himanta Biswa Sarma : હિમંતા બિસ્વાએ વિધાનસભા દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું, ‘જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી બાળ લગ્ન નહીં થવા દઈશ’..

Himanta Biswa Sarma : કોંગ્રેસના લોકોએ સાંભળવું જોઈએ, જ્યાં સુધી હું, હિમંતા બિસ્વા સરમા જીવિત છું, હું આસામમાં નાની ઉંમરની છોકરીઓના લગ્ન નહીં થવા દઈશ. તમે લોકોએ મુસ્લિમ સમાજની દીકરીઓને બરબાદ કરવા માટે જે દુકાન ખોલી છે તે અમે સંપૂર્ણપણે બંધ નહીં કરીએ ત્યાં સુધી અમે શાંતિથી બેસીશું નહીં.

Himanta Biswa Sarms attacked the Congress during the assembly and said, 'I will not allow child marriage as long as I am alive'.

Himanta Biswa Sarms attacked the Congress during the assembly and said, 'I will not allow child marriage as long as I am alive'.

News Continuous Bureau | Mumbai

Himanta Biswa Sarma : આસામ સરકારે તાજેતરમાં મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટને ( Muslim Marriage and Divorce Act ) રદ કરવાની મંજૂરી આપી હતી. જે બાદ આના પર રાજનીતિ પણ શરૂ થઈ ગઈ હતી. આ મામલાને લઈને મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ફરી એકવાર કોંગ્રેસ ( Congress ) પર પ્રહાર કરતા વિધાનસભામાં કહ્યું હતું કે, કોંગ્રેસના લોકો સામે સંકલ્પ લઈ રહ્યો છું કે જ્યાં સુધી હું જીવિત છું. ત્યાં સુધી હું નાની ઉંમરની દીકરીઓનું ( daughters ) જીવન બરબાદ નહીં થવા દઉં. 

Join Our WhatsApp Channel

હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે જ્યાં સુધી હું જીવિત છું. ત્યાં સુધી આસામમાં ( Assam ) બાળ લગ્નની ( child marriage ) મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે હું તમને રાજકીય રીતે પડકાર ફેંકું છું કે હું આ દુકાન 2026 પહેલા બંધ કરી દઈશ. આસામ સરકારે વર્ષ 2023માં બાળ લગ્ન વિરુદ્ધ રાજ્યવ્યાપી અભિયાન ( Statewide campaign ) શરૂ કર્યું હતું. આ અભિયાન હેઠળ હજારો લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

આસામ સરકારે મુસ્લિમ લગ્ન કાયદો અને છૂટાછેડાનો કાયદો નાબૂદ કર્યો છે…

તાજેતરમાં આસામ સરકારે મુસ્લિમ લગ્ન કાયદો અને છૂટાછેડાનો કાયદો નાબૂદ કર્યો છે. આ પછી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે આસામ સરકારના આ નિર્ણયથી રાજ્યમાં બાળલગ્ન પર રોક લાગશે. આ નિર્ણય બાદ આશા છે કે ઉત્તરાખંડ બાદ આસામમાં પણ સમાન નાગરિક સંહિતા લાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai: મુંબઈની ક્રાઈમ બ્રાન્ચ યુનિટે ગોરેગાવમાં કર્યો નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ, સાતની ધરપકડ..

કોંગ્રેસના લોકોએ સાંભળવું જોઈએ, જ્યાં સુધી હું, હિમંતા બિસ્વા સરમા જીવિત છું, હું આસામમાં નાની ઉંમરની છોકરીઓના લગ્ન નહીં થવા દઈશ. તમે લોકોએ મુસ્લિમ સમાજની દીકરીઓને બરબાદ કરવા માટે જે દુકાન ખોલી છે તે અમે સંપૂર્ણપણે બંધ નહીં કરીએ ત્યાં સુધી અમે શાંતિથી બેસીશું નહીં.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Share Market Crash।શેરબજારમાં બ્લેક ડે! મિડલ ઈસ્ટની જંગની અસરે સેન્સેક્સ ૭૦૦ પોઈન્ટ તૂટ્યો; રોકાણકારોના અબજો રૂપિયા ધોવાયા
Gold Price Today। વૈશ્વિક કટોકટી વચ્ચે સોનુંચાંદી સસ્તા થયા, અનાજ અને ક્રૂડ ઓઈલના ભડકા વચ્ચે રાહત
Russian Oil | રશિયા પાસેથી સસ્તા ક્રૂડ ઓઈલની આયાત પર અમેરિકા કડક, ભારત સામે નવો પડકાર
Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Exit mobile version