Site icon

હિંદુ યુવતીએ નમાજ પઢવાની માંગી પરવાનગી, ખટખટાવ્યા હાઈકોર્ટના દરવાજા..

hindu girl sought permission to offer namaz in dargah

હિંદુ યુવતીએ નમાજ પઢવાની માંગી પરવાનગી, ખટખટાવ્યા હાઈકોર્ટના દરવાજા..

   News Continuous Bureau | Mumbai

ઉત્તરાખંડમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક હિંદુ યુવતીએ ઉત્તરાખંડ હાઈકોર્ટમાં કાલીયાર શરીફમાં નમાઝ પઢવાની પરવાનગી માંગતી અરજી કરી છે. આ સાથે તેણે કોર્ટ પાસે રક્ષણની પણ માંગ કરી છે. આ કેસની સુનાવણી વરિષ્ઠ ન્યાયાધીશ મનોજ કુમાર તિવારી અને ન્યાયમૂર્તિ પંકજ પુરોહિતની ડિવિઝન બેંચમાં થઈ હતી. કોર્ટે યુવતીને સુરક્ષા આપવાનો નિર્દેશ આપ્યો હતો. આ કેસની આગામી સુનાવણી 22 મેના રોજ થશે.

Join Our WhatsApp Community

વાસ્તવમાં, મધ્યપ્રદેશની એક 22 વર્ષીય યુવતી હરિદ્વાર સ્થિત સિદકુલમાં એક ખાનગી કંપનીમાં કામ કરે છે. તેની સાથે એક 35 વર્ષીય યુવક પણ કંપનીમાં જ કામ કરે છે. યુવતીએ ઉત્તરાખંડ હાઈકોર્ટમાં અરજી કરી હતી કે તેને નમાજ પઢવાનું મન થાય છે અને તે તેના સાથીદાર સાથે કાલીયાર શરીફમાં નમાઝ પઢવા માંગે છે. જો કે, જ્યારે તે પીરાન કાલીયારમાં નમાજ પઢવા જાય છે ત્યારે કેટલાક સંગઠનો તેનો વિરોધ કરે છે.

યુવતીએ ધાર્મિક સ્વતંત્રતાની વાત કહી

અરજીમાં યુવતીએ તેને તેની ધાર્મિક સ્વતંત્રતાનો મામલો ગણાવ્યો છે. જો કે આ અરજી પર મંગળવારે પણ સુનાવણી થઈ હતી. જેમાં જસ્ટિસ મનોજ તિવારી અને જસ્ટિસ પંકજ પુરોહિતની ખંડપીઠે યુવતીને ગુરુવારે કોર્ટમાં હાજર થવા જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો: Tecno Phantom V Yoga સ્માર્ટફોન 7 કેમેરા સાથે આવશે! વિગતો

સુનાવણી દરમિયાન કોર્ટે આ સવાલો કર્યા હતા

ગુરુવારે આ અંગે સુનાવણી થઈ હતી. બેંચે અરજદારને નમાઝ અદા કરવાની પરવાનગી આપતાં તેને પોલીસ સુરક્ષા આપવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે તે નમાજ અદા કરવા જાય તે પહેલા તેણે સંબંધિત પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર (SHO)ને અરજી આપવી જોઈએ. એસએચઓએ તેમને સુરક્ષા આપવી જોઈએ. સુનાવણી દરમિયાન કોર્ટે અરજીકર્તાને પૂછ્યું કે તમે તમારો ધર્મ બદલ્યો નથી, તો પછી તમે ત્યાં નમાજ કેમ પઢવા માંગો છો.

‘…તેથી જ તે ત્યાં નમાઝ અદા કરવા માંગે છે’

તેના પર અરજદારે કોર્ટને કહ્યું કે તે આનાથી પ્રભાવિત છે, તેથી તે ત્યાં નમાઝ અદા કરવા માંગે છે. તેણે કોર્ટને એ પણ કહ્યું કે તેણે લગ્ન કર્યા નથી અને તે પોતાનો ધર્મ બદલવા માંગતી નથી. તે હિંદુ ધર્મની અનુયાયી છે અને કોઈપણ ડર, આર્થિક લાભ, ધાકધમકી કે દબાણ વગર કાલીયારમાં નમાજ પઢવા માંગે છે.

યુવતીએ કોર્ટને વિનંતી કરી કે હરિદ્વારના જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) ને તેણી અને તેના પરિવારને સુરક્ષા પ્રદાન કરવા નિર્દેશ કરે. યુવતીને નમાજ અદા કરવા જાય ત્યારે સુરક્ષા પૂરી પાડવાનો આદેશ આપતા કોર્ટે આગામી સુનાવણી 22 મેના રોજ નિયત કરી છે.

Maharashtra cybercrime news: સાયબર ક્રાઇમ પર તવાઈ: સભાપતિએ ‘બનાવટી એપ’ દ્વારા થતી છેતરપિંડી રોકવા નિર્દેશ આપ્યા, યુવાનોને જાગૃત કરવા અપીલ.
Nashik car accident: નાસિકમાં કાર અકસ્માત: શિરડી જઈ રહેલા ગુજરાતના ૩ શ્રદ્ધાળુઓના કરુણ મોત, ૪ ઘાયલ
Navneet Rana Threat: ધમકીનો સિલસિલો યથાવત્: નવનીત રાણાને ફરીથી હત્યાની ધમકી, સ્પીડ પોસ્ટથી પત્ર મોકલાતા ખળભળાટ.
Cyclone Montha: મોંથા હવે ક્યાં વળશે? આંધ્રમાં ભારે નુકસાન બાદ આગામી સંકટ કયા દરિયાકાંઠાના રાજ્યો પર છે?
Exit mobile version