News Continuous Bureau | Mumbai
Uddhav મહારાષ્ટ્રના રાજકારણમાં જેની વર્ષોથી રાહ જોવાતી હતી તે દ્રશ્ય આખરે સામે આવ્યું છે. લગભગ ૨૦ વર્ષના અણબનાવ પછી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર સાથે આવ્યા છે. મુંબઈ મહાનગરપાલિકા (BMC) ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બંને ભાઈઓએ સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ યુતિ બાદ બંનેનો પહેલો સંયુક્ત ઇન્ટરવ્યુ ટૂંક સમયમાં રિલીઝ થવાનો છે, જેનો ટીઝર અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
“દુર્ભાગ્યે અત્યારના શાસકો મુંબઈગરા નથી” – ઉદ્ધવ ઠાકરે
સાંસદ સંજય રાઉત અને દિગ્દર્શક મહેશ માંજરેકરે લીધેલી આ મુલાકાતમાં ઠાકરે બંધુઓ અત્યંત આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ સીધો પ્રહાર કરતા કહ્યું કે, “દુર્ભાગ્યે આજે જે લોકો સત્તા પર બેઠા છે તે મુંબઈગરા નથી.” જ્યારે રાજ ઠાકરેએ પણ સૂર પુરાવતા કહ્યું કે, મુંબઈગરાઓને શું જોઈએ છે તે સમજવા માટે અહીં જન્મ લેવો પડે છે. બંને નેતાઓએ મુંબઈના મુદ્દે પ્રાદેશિક ગૌરવનો કાર્ડ ખેલ્યો હોય તેવું સ્પષ્ટ જણાય છે.
दोन धुरंधर…
महाराष्ट्राची महा मुलाखत
८ आणि ९ जानेवारी https://t.co/QBsK6Wu7Hj— Sanjay Raut (@rautsanjay61) January 7, 2026
ભ્રષ્ટાચારના મુદ્દે દેવેન્દ્ર ફડણવીસ પર રાજ ઠાકરેનો હુમલો
ટીઝરમાં રાજ ઠાકરેની તે જૂની આક્રમક શૈલી ફરી એકવાર જોવા મળી છે. તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર પ્રહાર કરતા કહ્યું કે, “ભ્રષ્ટાચાર વિશે તો ફડણવીસે બોલવું જ જોઈએ નહીં.” ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભાજપ અને અજિત પવાર જૂથ વચ્ચે ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ ઠાકરેનું આ નિવેદન ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે.
આ સમાચાર પણ વાંચો : Donald Trump: વેનેઝુએલા હવે અમેરિકાને શરણે: ટ્રમ્પની એક જાહેરાતે ચીન-રશિયાના સમીકરણો બગાડ્યા, તેલના ભંડાર પર થશે કબજો.
BMC ચૂંટણીમાં મરાઠી મતોનું નવું સમીકરણ
ઠાકરે બંધુઓ એકસાથે આવવાથી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મહાયુતિ (ભાજપ, શિંદે અને અજિત પવાર) સામે મોટું આહવાન ઊભું થયું છે. ખાસ કરીને મરાઠી બહુલ વિસ્તારોમાં જ્યાં મનસે અને શિવસેના (UBT) ની તાકાત છે, ત્યાં મતોનું વિભાજન અટકશે અને તેનો સીધો ફાયદો ઠાકરે જૂથને મળી શકે છે. આ સંયુક્ત મુલાકાત બાદ મુંબઈના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર આવવાની શક્યતા છે.
