ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑગસ્ટ, 2021
બુધવાર
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરાયેલા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને મહાડ કોર્ટે જામીન આપ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાણેને સ્વાસ્થ્યના કારણોસર જામીન આપવામાં આવ્યા છે.
સાથે જ કોર્ટે રાણેને આદેશ આપ્યો છે કે તેમણે આ કેસમાં તપાસ માટે 31 ઓગસ્ટ અને 13 સપ્ટેમ્બરે રત્નાગિરી પોલીસ સ્ટેશનમાં હાજર થવું.
રત્નાગિરી કોર્ટે ગઈ કાલે આગોતરા જામીન અરજી નકારી કાઢ્યા બાદ મહાડની પોલીસે રાણેની ધરપકડ કરી હતી અને એમને મહાડના મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર કર્યા હતા. ત્યારબાદ એમને અદાલતી કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે રાણેના વકીલ FIR રદ કરવાની મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરશે
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાના નિવેદન સામે આ કાર્યવાહી કરાઈ હતી.