Site icon

હાઉસિંગ સોસાયટીને હવે આ માથાકૂટ થી મળશે છુટકારો, મહારાષ્ટ્ર સરકારે આપી રાહત… જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારે હાઉસિંગ સોસાયટીઓને લઈને બહુ મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં ઓછી સભ્ય સંખ્યા ધરાવતી રાજ્યની હાઉસિંગ સોસાયટીઓને તેની ચૂંટણીના આયોજન માટે હવે સરકારી અધિકારીની નિમણૂક કરવાની આવશ્યકતા રહેશે નહીં.   
મહારાષ્ટ્ર સરકારનો આ નિર્ણય 250 કરતા ઓછા સભ્યો ધરાવતી હાઉસિંગ સોસાયટીઓને જ લાગુ પડશે. તેને લગતો અંતિમ આદેશ આગામી 15 દિવસમાં બહાર પડાશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  હવે આ રાજ્યમાં ધર્માંતર વિરોધી ખરડો પસાર કરાયો. વટાળ પ્રવૃત્તિને રોકવા લેવાયેલું પગલું. કોંગ્રેસે કર્યો વિરોધ.

સહકાર ખાતાના પ્રધાન બાળાસાહેબ પાટીલના જણાવ્યા મુજબ સરકારના આ નિર્ણયથી ઓછા સભ્ય ધરાવતી હાઉસિંગ સોસયાટીઓનો આર્થિક બોજો ઘટી જશે. આ શ્રેણીમાં આવતી હાઉસિંગ સોસાયટીઓ તેમના પોતાના કોઈ પણ એક સભ્યની રિટર્નિંગ ઓફિસર તરીકે નિમણૂક કરી શકશે. જોકે તે સભ્યે ઉમેદવારી કરી હોવી ન જોઈએ. તેમ જ તે સભ્યનું સોસાયટીઓનું મેન્ટેન્સ કે પછી અન્ય કોઈ રકમ બાકી હોવી ન જોઈએ.

Western Railway: ઓખા અને દિલ્હી કેન્ટ પાસે આવેલ શકુર બસ્તી વચ્ચે ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન
Bihar: મંત્રીમંડળે બિહારમાં બક્સર-ભાગલપુર હાઇ-સ્પીડ કોરિડોરના 4-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ-કંટ્રોલ્ડ મોકામા-મુંગેર વિભાગના બાંધકામને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર મંજૂરી આપી, જેની કુલ પ્રોજેક્ટ લંબાઈ 82.4 કિમી અને રૂ. 4447.38 કરોડના ખર્ચે પૂર્ણ થશે
Mohit Kamboj: ભાજપના નેતાઓને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો, મોહિત કંબોજે છોડ્યું રાજકારણ, આટલા મહિનાથી ચાલી રહી હતી તૈયારી
Garba: વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ઉદયપુરમાં ૧૪ સપ્ટેમ્બરે ઉજવાશે
Exit mobile version