Site icon

દિલ્હી શેનું વારંવાર જામ કરો છો? હાંકી કાઢો આ બધાં ને. આવી ગયો આદેશ. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 01 ઓક્ટોબર, 2021 

Join Our WhatsApp Community

શુક્રવાર 

કિસાન આંદોલનને કારણે બંધ દિલ્હીના રસ્તાઓને ખોલવામાં નિષ્ફળતા પર આજે સુપ્રીમ કોર્ટે સરકારને ફટકાર લગાવી છે. 

કોર્ટે કહ્યુ કે, હાઇવેને કાયમી ધોરણે બ્લોક ન કરી શકાય. કાયદા વ્યવસ્થાનો અમલ કરવો તે સરકારની જવાબદારી બને છે. 

આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ હાઇવેને ખોલવાની છુટ પણ આપી દીધી છે.  

કોર્ટે સરકારને એમ પણ કહ્યું કે, તે આંદોલનકારી નેતાઓના મામલામાં પક્ષ બનાવવા માટે અરજી આપે, જેથી આદેશ આપવા પર વિચાર કરી શકાય. 

સરકારને અગાઉ સુપ્રીમે આંદોલનો દ્વારા થતા હાઇવે જામનું નિરાકરણ લાવવા પણ કહ્યું હતું. 

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓનો વિરોધ કરવા ખેડૂતો ગયા વર્ષ નવેમ્બર મહિનાથી દિલ્હીની અલગ અલગ સરહદો પર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. 

જેને પગલે અનેક રૂટને ડાયવર્ટ પણ કરવા પડી રહ્યા છે અને અનેક સ્થળે ટ્રાફિક જામ થઇ રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે નોઇડાના રહેવાસી મહિલા મોનિકા અગ્રવાલ તરફથી દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી. 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version