News Continuous Bureau | Mumbai
ભૂકંપના દેશ ગણાતા જાપાનની ધરા ફરી એક વખત પ્રચંડ ભૂકંપથી ધણધણી ઉઠી છે.
ઉત્તર જાપાનમાં ફુકુશિમાના કાંઠે બુધવાર સાંજે 7.3 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેના પગલે સુનામીની ચેતવણી આપવામાં આવી છે.
આ ઉપરાંત લદાખમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી હતી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ લદાખમાં મોડી સાંજે 7.05 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપ પછી ટોક્યોમાં 20 લાખ ઘરોમાં અંધારપટ છવાઇ ગયો હતો.
જોકે અત્યાર સુધી ભૂકંપને કારણે જાનમાલના નુકસાન અંગે કોઇ માહિતી મળી નથી.