Site icon

મુંબઈમાં વાવાઝોડાનો ભય, ધારા 144 લાગુ, પવનના સૂસવાટા સાથે ઠેરઠેર ઝાપટાં પડ્યા

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

3 જુન 2020

આજ સવારથી મુંબઈ શહેરમાં ક્યાંક મુશળધાર વરસાદ તો કયાંક છુટા છવાયા ઝાપટા પડી રહ્યા છે. બીજી બાજુ પવનના સૂસવાટા થી વાતાવરણ ધૂંધળું બન્યું છે. જોકે ઝાડ, થાંભલા પડવા કે કશે પણ કોઈ ગમખ્વાર ઘટના  જોવા નથી મળી અને આમ એકંદરે મુંબઈમાં અને પરા વિસ્તારમાં પરિસ્થિતિ નિયંત્રણમાં રહે એ માટે ધારા 144 એટલે કે કરફ્યુ, મહારાષ્ટ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યું છે. દરિયાકાંઠે વસતા એક લાખથી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

 જ્યારે કામ ચલાઉ ઉભા કરાયેલા કોવિડ સેન્ટરમાં ભરતી થયેલા કોરોના ના દર્દીઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હવામાન ખાતાનું કહેવું છે કે બપોરે એક વાગ્યાની આસપાસ નિસર્ગ નામનું વાવાઝોડું અલીબાગ પર ત્રાટકવાની સંભાવના છે અને તેની તીવ્ર અસર મુંબઈ પર દેખાશે, આથી જ મુંબઈગરાઓ ને તમામ જરૂરી સલામતી પગલાં લેવાની સરકાર અને હવામાન ખાતા દ્વારા ચેતવણી આપવામાં આવી છે.

 આમ અરબ સાગરમાં લો પ્રેશર ને કારણે આ વાવાઝોડાની અસર મુંબઈમાં થાણા, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ એમ પાંચ જિલ્લાઓમાં થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે આજથી 129 વર્ષ પહેલાં 1891 માં મુંબઈએ ચક્રવાતનો સામનો કર્યો હતો..

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version