News Continuous Bureau | Mumbai
Hyderabad: તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં મંગળવારે (12 માર્ચ) રાત્રે હલીમ ( Haleem ) મફતમાં વહેંચવામાં આવતા હોવાના સમાચાર ફેલાતા શહેરમાં હોબાળો મચી ગયો હતો. શહેરના મલકપેટ વિસ્તારમાં એક રેસ્ટોરન્ટ રમઝાન ( Ramadan ) નિમિત્તે મફતમાં હલીમનું વિતરણ કરી રહી છે એવી વાત ચર્ચાતા, અહીં લોકોની ભીડ ઉમટી પડી હતી. સ્થિતિ એવી બની ગઈ હતી કે પોલીસને ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. હલીમ ભારત અને પાકિસ્તાનમાં ખૂબ જ લોકપ્રિય છે. તે કઠોળ, માંસ, ઘઉં અને મસાલાને મિક્સ કરીને બનાવવામાં આવતું ખાદ્ય પદાર્થ છે.
VIDEO | Police resorted to lathicharge to disperse the crowd that thronged a restaurant in Hyderabad’s Malakpet allegedly to get free Haleem earlier today.
The restaurant management called the police after the crowd went out of control, leading to a massive traffic jam in the… pic.twitter.com/dBRnLO9sbd
— Press Trust of India (@PTI_News) March 12, 2024
મિડીયા રિપોર્ટના અનુસાર, રમઝાનના પ્રથમ દિવસના અવસર પર, રેસ્ટોરન્ટના મેનેજમેન્ટે ( Restaurant management ) નિર્ણય લીધો હતો કે તે લોકોને હલીમ ( Free Haleem ) મફતમાં વહેંચશે. જોકે, થોડી જ વારમાં લોકોની એટલી મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી કે મેનેજમેન્ટ માટે તેને નિયંત્રિત કરવું મુશ્કેલ બની ગયું હતું. ભીડને કાબૂ બહાર જતી જોઈને હોટેલ મેનેજમેન્ટે તરત જ પોલીસને સંપર્ક કર્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પહેલા લોકોને પાછળ ધકેલવાનો પ્રયાસ કર્યો, પરંતુ પછી લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
रमज़ान के पवित्र महीने में, मुफ्त हलीम ऑफर के कारण हैदराबाद के एक रेस्तरां में अफरा-तफरी मच गई; पुलिस को लाठीचार्ज के लिए मजबूर होना पड़ा pic.twitter.com/gSGxetxTKq
— हम लोग We The People 🇮🇳 (@ajaychauhan41) March 12, 2024
રેસ્ટોરન્ટના મેનેજમેન્ટ સામે ટ્રાફિકમાં ખલેલ પહોંચાડવા બદલ કેસ નોંધવામાં આવશે..
હૈદરાબાદમાં બનેલી આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં મફતમાં હલીમ લેવા માટે રેસ્ટોરન્ટની બહાર લોકોની મોટી ભીડ ઉભેલી જોઈ શકાય છે. લોકો હલીમ માટે કાઉન્ટર તરફ આગળ વધી રહ્યા છે. સ્ટાફ પણ તેમને પીછેહઠ કરવા કહી રહ્યો છે. જો કે પરિસ્થિતિ કાબૂમાં ન આવતાં પોલીસ આવી અને વીડિયોમાં પોલીસ લાઠીચાર્જ કરીને ભીડને વિખેરતી જોવા મળે છે. વીડિયો જોઈને ખબર પડે છે કે રેસ્ટોરન્ટનું નામ ‘અજેબો’ છે.
આ સમાચાર પણ વાંચો : Rameshwaram Cafe Blast Case: બેંગલુરુ બ્લાસ્ટ કેસમાં NIA ને મોટી સફળતા, બ્લાસ્ટના મુખ્ય આરોપીની ધરપકડ..
મિડીયા સાથે વાત કરતા, મલકપેટ પોલીસે કહ્યું હતું કે, રેસ્ટોરન્ટના મેનેજમેન્ટ સામે ટ્રાફિકમાં ખલેલ પહોંચાડવા બદલ કેસ નોંધવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે હોટલ મેનેજમેન્ટ દ્વારા પોલીસને ફ્રી હલીમના વિતરણ અંગે કોઈ અગાઉથી માહિતી આપવામાં આવી ન હતી. તેમજ આ અંગે કોઈ પરવાનગી પણ લેવામાં આવી ન હતી. આ જ કારણ છે કે મેનેજમેન્ટ સામે ટ્રાફિકમાં અડચણ ઉભી કરવા બદલ કેસ નોંધવામાં આવશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
