Site icon

I Khedut Portal : બાગાયતી ખેતીની વિવિધ યોજનાઓ માટે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું, ખેડૂત મિત્રો આ તારીખ સુધી કરી શકશે અરજી..

I Khedut Portal :અરજી માટે ખેડૂત મિત્રોએ પોતાના નજીકના ગામના ઇ-ગ્રામ સેન્ટર, ખાનગી ઇન્ટરનેટ અથવા બાગાયત વિભાગની કચેરીમાં સવારના ૧૧.૦૦ થી સાંજના ૫:૦૦ દરમિયાન ૭/૧૨, ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને લાભ લેવા માંગતા ઘટકમાં સમયસર અરજી કરવી.

I Khedut Portal : Application can be made on i-Khedut portal from 13th September to 12th October

I Khedut Portal : Application can be made on i-Khedut portal from 13th September to 12th October

News Continuous Bureau | Mumbai 

તા.૧૩મી સપ્ટેમ્બર થી ૧૨ ઓક્ટોમ્બર સુધી આઇ-ખેડુત પોર્ટલ ( I Khedut Portal ) પર અરજી કરી શકાશે

Join Our WhatsApp Community

બાગાયત ખાતાની કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવેલોપમેન્ટ કાર્યક્રમ અને કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ)ના વાવેતર સહાય માટે અરજી કરવા અનુરોધઃ

I Khedut Portal : સુરત ( surat ) જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો ( farmer ) વર્ષ ૨૦૨૩- ૨૪ માટે બાગાયત ખાતાની કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવેલોપમેન્ટ કાર્યક્રમ અને કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ ઘટકમાં મહત્તમ લાભ મેળવી શકે તે હેતુથી આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેથી ખેડુતોએ તા.૧૩/૦૯/૨૦૨૩ થી તા.૧૨/૧૦/૨૦૨૩ સુધી એક માસ માટે ઓનલાઈન અરજી ( registration ) કરીને લાભ મેળવી શકે છે.

કેવી રીતે કરશો અરજી

અરજી માટે ખેડૂત મિત્રોએ પોતાના નજીકના ગામના ઇ-ગ્રામ સેન્ટર, ખાનગી ઇન્ટરનેટ અથવા બાગાયત વિભાગની કચેરીમાં સવારના ૧૧.૦૦ થી સાંજના ૫:૦૦ દરમિયાન ૭/૧૨, ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને લાભ લેવા માંગતા ઘટકમાં સમયસર અરજી કરવી. અરજી કર્યા બાદ અરજીની કોપી અને સાધનિક કાગળો દિન ૭મા બાગાયત કચેરીમાં અચુક જમા કરવાના રહેશે. જરૂરી સાધનિક કાગળો વિનાની તેમજ નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી. ઓન લાઇન અરજી ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર કરી શકાશે. વધુ જાણકારી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, લાલ બંગલા, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ, સુરત. ફોન નં : ૦૨૬૧-૨૬૫૫૯૪૮. પર સંપર્ક કરવા સાધવા સુરતના નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.

આ સમાચાર પણ વાંચો : Parliament Special Session: સંસદના વિશેષ સત્ર પહેલા સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક, આ મુદ્દે થઇ શકે છે ચર્ચા..

 

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version