ભારતના પર્યટન રાજ્ય ગોવાના જંગલમાં એક સપ્તાહથી સતત આગ લાગી છે. જંગલમાં આ આગ સતત વધી રહી છે અને તેની ઝપેટમાં અનેક જીવો આવી ગયા છે. ભારતીય વાયુસેના આ વિશાળ જંગલમાં લાગેલી આગને ઓલવવાનો સતત પ્રયાસ કરી રહી છે.
Grateful to the support from Hon'ble PM Shri @narendramodi ji in fighting Goa's forest fires.
Join Our WhatsApp Community IAF helicopters have done a remarkable job trying to douse the fires and saving the forest and related biodiversity. pic.twitter.com/7M6BzfLRyS
— Bhupender Yadav (@byadavbjp) March 11, 2023
ભારતીય વાયુસેનાએ તેના બે Mi-17 હેલિકોપ્ટર તૈનાત કર્યા છે, વાયુસેનાના અધિકારીઓએ જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, હેલિકોપ્ટરે 4 ઉડાન ભરી અને અસરગ્રસ્ત વિસ્તાર પર 48600 લિટર પાણી રેડ્યુ અને હાલ આગ ઓલવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : ચીન, હોંગકોંગ તેમજ અમેરિકાની મજબૂત માંગના કારણે ભારતમાંથી જેમ્સ, જ્વેલરીની નિકાસ 24% વધી
જોકે, દૂરના વિસ્તારો, તીવ્ર પવન અને ઊંચા તાપમાનને કારણે અગ્નિશમનના પ્રયાસોમાં અવરોધ આવી રહ્યા છે. અધિકારીઓ અને અગ્નિશામકોને હાલ કોઈ રાહત દેખાઈ રહી નથી. દૂરસ્થ સ્થાનો અને સીધા ચઢાણને કારણે જંગલની આગને ઓલવવામાં આગામી સપ્તાહ સુધીનો સમય લાગી શકે છે.
