Site icon

વાહનમાં પેટ્રોલ ઓછું હશે તો પણ દંડને પાત્ર ઠરશો- જાણો આરટીઓના કાયદા વિશે

News Continuous Bureau | Mumbai

શું તમને ટ્રાફિક વિભાગ(Traffic rule)ના આ કાયદા વિશે જાણ છે, જેમાં વાહનમાં પેટ્રોલ(petrol) ઓછું હોય તો પણ તમને ટ્રાફિકના નિયમ મુજબ દંડ(FIne) ભરવો પડી શકે છે.

Join Our WhatsApp Community

તાજેતરમાં ગાડીમાં પેટ્રોલ ઓછું હોવાના કારણ આપીને કેરળ(Kerala)માં એક વ્યક્તિને દંડવામાં આવ્યો હતો. હકીકતમાં તેને રોંગ ડ્રાઇવિંગ(Driving) માટે દંડ ફટકારવામાં આવ્યો હતો. પરંતુ તેના ઈ-ચલાન(E-Chalan) પર તેના વાહનમાં પેટ્રોલ ઓછું હોવાને કારણે આરટીઓ(RTO) દ્વારા દંડવામાં આવ્યો હોવાનું લખવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : મુંબઈના કોવિડ સેન્ટરોની વિદાય નિશ્ચિત- જાણો કઈ તારીખથી કયા કોવિડ સેન્ટરો બંધ થશે

બેસિલ શ્યામે પોતાના સોશિયલ મીડિયા ફેસબુક પર કરેલી પોસ્ટ પ્રમાણે તેની પાસેથી 250 રૂપિયા લેવામાં આવ્યા હતા. તેમણે સાઈટ પર કેરળ ટ્રાફિક પોલીસ દ્વારા મોકલવામાં આવેલ ઈ-મેમોનો એક ફોટો પણ શેર કર્યો હતો જે વાયરલ થયો  છે.

બેસિલ શ્યામ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ મુજબ તે કામ પર જઈ રહ્યો હતો. તે વન-વે પર રોન્ગ સાઈડ ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે તેને એક ટ્રાફિક પોલીસ કર્મચારીએ રોક્યો હતો. તેમને 250 રૂપિયાનો દંડ આપવા માટે જણાવ્યું હતું. તેણે ટ્રાફિકના નિમયનો ભંગ કર્યો હતો એટલે નિયમ મુજબ દંડ ચૂકવીને તે નીકળી ગયો હતો.  

શ્યામના કહેવા મુજબ ઓફિસ પહોંચીને તેમણે ઈ-મેમો(E-Memo) ચેક કર્યો હતો. તે એ જોઈને ચોંકી ગયો કે, હકીકતમાં તેને પર્યાપ્ત પેટ્રોલ વગર ડ્રાઇવિંગ કરવાના કારણે તેને દંડ ફટકારવામાં આવ્યો હતો.

ફેસબુક પર એક લાંબી પોસ્ટમાં બેસિલે પોતાની સ્ટોરી જણાવી હતી. તેમણે દાવો કર્યો કે, તે ઓછા પેટ્રોલમાં ગાડી નહોતો ચલાવી રહ્યો અને તેમની મોટરસાઈકલની ટાંકી હંમેશા ભરેલી જ રહે છે. શ્યામ એક Royal Enfield Classic 350 ચલાવી રહ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : એકનાથ શિંદે અને મનોહર જોશીની મુલાકાતનો એક ફોટો થયો વાયરલ- માતોશ્રીમાં ચિંતા

પોસ્ટના કેપ્શન પ્રમાણે ઈ-મેમોની તસવીર વાયરલ થયા બાદ બોસિલને મોટર વાહન વિભાગના એક અધિકારીનો ફોન પણ આવ્યો હતો. અધિકારીએ બેસિલને આ પ્રકારના સેક્શનના અસ્તિત્વ વિશે જણાવ્યું અને સાથે એ પણ કહ્યું કે, વાહનમાં પેટ્રોલ ઓછું હોય તો તે પણ નિયમ મુજબ દંડને પાત્ર છે. પરંતુ તે નિયમ ટૂ-વ્હીલર અને ખાનગી વાહનોને લાગુ નથી પડતો. તે માત્ર બસો જેવા સાર્વજનિક વાહનોને જ લાગુ પડે છે.

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version